Surat News: સુરતમાં માથાભારે અને ખંડણીખોરનું સરઘસ પોલીસે કાઢ્યું હતું. વસીમ પાર્સલ અને લિંબાયત પોલીસે આકરી કાર્યવાહી કરી છે. કુખ્યાત વસીમ પાર્સલને ઝડપવામાં આવ્યો છે. માથાભારે વસીમ પાર્સલ વિરુદ્ધ હાલમાં બે ગુના નોંધાયા હતા.
આરોપીનો તેના જ વિસ્તારમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આમ પોલીસે રીઢા ગુનેગારોની શાન ઠેકાણે લાવી દીધી હતી. વસીમ પાર્સલે પોતાની પાછળનું મકાન પચાવી પાડ્યુ હતુ. તેણે મકાન ખાલી કરવાના બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
સુરતની લીંબાયત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. સુરત પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અપરાધીઓને રીતસરનો સંદેશો મોકલ્યો હતો કે જો કોઈએ અપરાધ કર્યો છે તો પછી તેમની પરિસ્થિતિ પણ આ આરોપીઓ જેવી થશે. તેમનું પણ સરઘસ કાઢવામાં આવશે. આમ પોલીસના આ પગલાંના લીધે સ્થાનિક ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હોવાનું કહેવાય છે.
બીજા ઘણા લોકોએ જણાવ્યું હતું કે બીજા શહેરોની પોલીસે પણ આ જ રીતે આરોપીઓનું સરઘસ કાઢવાનું સુરત પોલીસ જેવું પગલું લેવાની જરૂર છે. જો આરોપીઓના આ રીતે જાહેર સરઘસ કાઢવામાં આવતા રહે તો ગુનેગારોનો પોલીસનો એક ડર બેસે અને તે ગુનો કરતાં અટકે.
આ પણ વાંચો: સુરત/ ખંડણીખોર વસીમ બિલ્લા હત્યા કેસ, ૩ની ધરપકડ
આ પણ વાંચો: બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા
આ પણ વાંચો: RTI એક્ટિવિસ્ટ બન્યા ખંડણીખોરઃ 66 લાખની ખંડણી માંગનારાની ધરપકડ
