આપણે જ્યારે પણ કોઈ નાની-મોટી હોટેલમાં કે લક્ઝરી રિસોર્ટમાં રોકાવા જઈએ છીએ, ત્યારે એક વાત ચોક્કસપણે નજરે પડે છે—બેડ પર હંમેશાં એકદમ ચમકતી સફેદ ચાદર જ બિછાવેલી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોટેલ મેનેજમેન્ટ ક્યારેય કાળા, લાલ કે અન્ય કોઈ રંગીન કપડાંની બેડશીટ (black bedsheets)નો ઉપયોગ કેમ નથી કરતું? મોટાભાગના લોકોને લાગે છે કે આ માત્ર એક સાદો ડેકોરેશનનો નિયમ છે, પરંતુ તેની પાછળ સાયકોલોજી, હાઈજીન અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગ સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અને મહત્વના કારણો છુપાયેલા છે.
કાળો કે ઘાટો રંગ રૂમનો લુક અને કદ બગાડે છે
ઈન્ટિરિયર ડિઝાઈનના સિદ્ધાંતો મુજબ, કાળો કે અતિશય ઘાટો રંગ પ્રકાશને સોંસી લે છે. જો હોટેલના બેડ પર કાળી કે ડાર્ક કલરની બેડશીટ બિછાવવામાં આવે, તો રૂમ અંધારાવાળો, નાનો અને ડલ દેખાવા લાગે છે. કાળો રંગ રૂમની અન્ય કિંમતી સજાવટ અને રાચરચીલાની સુંદરતાને પણ ઓછી કરી નાખે છે.
મન અને મગજ પરની સાયકોલોજિકલ અસર
પ્રવાસ કે મુસાફરીના થાક પછી કોઈપણ મુસાફર હોટેલના રૂમમાં માનસિક શાંતિ અને આરામની અપેક્ષા રાખે છે. કાળો કે ઘાટો રંગ મગજ પર એક પ્રકારનો દબાણ કે તણાવ ઊભો કરી શકે છે, જેનાથી વ્યક્તિને સંપૂર્ણ રિલેક્સેશન અનુભવાતું નથી. બીજી તરફ, સફેદ રંગ સ્વચ્છતા, શાંતિ અને સકારાત્મકતાનું પ્રતીક છે, જે મુસાફરોને માનસિક તાજગી આપે છે.
ડાઘ-ધબ્બા અને સ્વચ્છતાની તાત્કાલિક ઓળખ
રંગીન કે કાળી ચાદર પર ધૂળ, ડાઘ કે ગંદકી સહેલાઈથી દેખાતી નથી. આ કારણે તેને ધોવામાં કે તેની સ્વચ્છતા ચકાસવામાં વિલંબ થઈ શકે છે. પરંતુ સફેદ ચાદર પર નાનામાં નાનો ડાઘ પણ તરત જ દેખાઈ આવે છે. આનાથી હોટેલ સ્ટાફ માટે બેડશીટ ગંદી થતાં જ તેને બદલવી કે બ્લીચ કરીને ડાઘ મુક્ત કરવી ખૂબ આસાન બની જાય છે, જે ગ્રાહકોને 100% હાઈજીનની ખાતરી આપે છે.
રંગ ઉડી જવાની અને ધોવાની વ્યવહારુ સમસ્યાઓ
ડાર્ક અથવા કલરફુલ ચાહદરોને વારંવાર ધોવાથી તેનો રંગ ઝાંખો પડી જાય છે અને તે જૂની તથા વપરાયેલી દેખાવા લાગે છે. વળી, અલગ-અલગ રંગના કપડાં એકસાથે ધોવાથી રંગ એકબીજા પર લાગી જવાનું પણ જોખમ રહે છે. જ્યારે સફેદ ચાદરોને ગરમ પાણી અને કેમિકલ વડે સરળતાથી એકસાથે ધૂઓ તો પણ તેનો રંગ ઉડવાનો કોઈ ડર રહેતો નથી અને તે દર વખતે નવી જેવી જ ચમકે છે.
આ પણ વાંચો :ઘર બનશે ‘નેચરલ એર ફ્રેશનર’: આ 5 મનમોહક સુગંધિત છોડથી તમારા ઘરના ખૂણે-ખૂણા મહેકી ઊઠશે
આ પણ વાંચો :શ્વાનને જોતાં જ શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય છે? જાણો તમારી ગભરામણ પાછળનું અસલી કારણ
આ પણ વાંચો :વરસાદમાં Phone ચાર્જ કરતા પહેલા જરૂર ચેક કરો આ 5 બાબતો, નાની બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન
