Bombay HC Slams Civic Garbage Issue: ભારતમાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર ગમે ત્યાં કચરો ફેંકવાની આદતને લઈને બોમ્બે હાઈકોર્ટે (Bombay HC) ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈના કંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ આસપાસની સમસ્યાઓ અને પ્રદૂષણ અંગેની સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે ભારતના લોકો વિદેશોમાં જઈને તમામ નિયમોનું પાલન કરે છે અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરે છે, પરંતુ પોતાના જ દેશમાં રસ્તાઓ પર ગંદકી કરતા અચકાતા નથી.
Bombay HCની મહત્વની ટિપ્પણીઓ અને સવાલો
નાગરિકોની બેજવાબદારી: અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘શું આઝાદી અને લોકશાહીની કિંમત આ જ છે?’ જો આપણે સ્વચ્છ વાતાવરણ જોઈતું હોય, તો સફાઈ જાળવવી એ આપણી મૂળભૂત જવાબદારી છે.
સભ્ય સમાજ પર સવાલ: દરિયાકાંઠા અને રસ્તાઓ પર વધી રહેલા પ્લાસ્ટિકના કચરા અંગે ચિંતા વ્યક્ત કરતા બેન્ચે પૂછ્યું કે, ‘શું આપણે કોઈ સભ્ય સમાજમાં રહીએ છીએ?’
હેરિટેજ સાઇટ્સની હાલત: રાજાબાઈ ટાવર અને હાઈકોર્ટ બિલ્ડિંગ જેવી ઐતિહાસિક હેરિટેજ સાઇટ્સ નજીક કચરો ઉપાડવાની અવ્યવસ્થા પર પણ કોર્ટે નારાજગી દર્શાવી હતી, જ્યાં વિદેશી પ્રવાસીઓને પણ કચરાના ડુંગરો જોવા મળે છે.
તંત્ર અને નાગરિક તંત્રને કડક આદેશ
મુંબઈ મહાનગરપાલિકા (MCGM) ના ‘સ્વચ્છ મુંબઈ’ના નારાનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે આશય સારો છે, પરંતુ નાગરિકો અને સરકારી મશીનરીની સુસ્તી તેને નિષ્ફળ બનાવી રહી છે.
કોર્ટે(Bombay HC) નાગરિક તંત્રના અધિકારીઓને કચરો ફેંકનારાઓ સામે સખત પગલાં લેવા આદેશ આપ્યો છે. સાથે જ તંત્રને એક અઠવાડિયાની અંદર યોગ્ય કાર્યવાહી કરવા ચેતવણી આપી છે, અન્યથા કડક આદેશો જારી કરવામાં આવશે.
જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ આરતી સાઠેની બેંચે સ્પષ્ટ કર્યું છે કે જાહેર રસ્તાઓને કચરો ફેંકવાની જગ્યા બનવા દેવાય નહીં અને નાગરિકો તથા તંત્ર બંનેએ પોતાની જવાબદારી સમજવી પડશે.
આ પણ વાંચો:બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય: પતિ કરતાં વધુ કમાણી કરતી મહિલાને ભરણપોષણ ભથ્થું આપવાનો ઇનકાર
આ પણ વાંચો:દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બ ધમકી, કેમ્પસ ખાલી કરાવાયું…
આ પણ વાંચો:ભારત-પાક. તણાવ: વિદ્યાર્થીનીને બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન, વિદ્યાર્થીઓ મંતવ્યો આપવાનું બંધ કરે?
