Stock Market News: BSE Sensex પ્રી-ઓપન માર્કેટમાં જ લગભગ 700 પોઈન્ટ તૂટી ગયો હતો. બાદમાં કારોબાર દરમિયાન સેન્સેક્સ 1,000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,000ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ અંદાજે 300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે અને તે 24,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
એનર્જી અને ઓટો શેરોમાં ભારે વેચવાલી

ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી એનર્જી અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ની કિંમત 10% ઉછળી 79 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોના મતે જો આ-પોલિટિકલ તણાવ વધુ વધશે તો તેલ 150 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.
સોનું 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે

સુરક્ષિત રોકાણ તરીકે ગણાતું સોનું (Gold) પણ તેજીમાં છે. Multi Commodity Exchange of India (MCX) પર સોનું 5,000 રૂપિયા (3%) વધીને 1.67 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. કોમોડિટી નિષ્ણાતના અનુમાન મુજબ સોનું 1.60 લાખથી વધીને 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો

ચાંદી (Silver) ના ભાવમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે (27 ફેબ્રુઆરી) ₹2,82,140 પ્રતિ કિલો પર બંધ થયેલી ચાંદી આજે (સોમવાર) વધીને ₹2,94,900 પ્રતિ કિલો પહોંચી ગઈ છે. બુલિયન વેબસાઇટના આંકડાઓ અનુસાર. યુદ્ધની અનિશ્ચિતતાને કારણે સોનાં-ચાંદી જેવી કિંમતી ધાતુઓની માંગ વધી રહી છે, જેના પરિણામે બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: પેટ્રોલ શું GST ના દાયરામાં આવશે ? સિગારેટ પર સરકાર લઈ રહી છે મોટો નિર્ણય!
આ પણ વાંચો: ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી
આ પણ વાંચો: નાઈજીરીયામાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70ના મોત

