Gujarat Weatehr News: ગુજરાત (Gujarat) માં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. પવનોની દિશામાં બદલાવ આવતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે, જ્યારે સુકા અને ગરમ પવનોના કારણે બપોરના સમયે તાપમાન વધુ અનુભવાઈ રહ્યું છે.
ગુજરાત (Gujarat) ના વિવિધ શહેરોમાં નોંધાયેલ તાપમાન મુજબ:
ડીસા – 36°C સૌથી વધુ 36 ડિગ્રી સેલ્સિયસ
ગાંધીનગર – 35.5 ડિગ્રી
અમદાવાદ – 34.2 ડિગ્રી
રાજકોટ – 34.7 ડિગ્રી
વડોદરા – 33.2 ડિગ્રી
સુરત – 32.9 ડિગ્રી
ભાવનગર – 32.6 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.

ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે. બપોર દરમિયાન સૂર્યકિરણો તીવ્ર રહેતા “હીટ સ્ટ્રેસ” જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ડોક્ટરોની સલાહ મુજબ:
બપોરે 12 થી 4 વચ્ચે જરૂરી ન હોય તો બહાર ન નીકળવું
પૂરતું પાણી અને દ્રવ પદાર્થો પીતા રહેવું
સનસ્ક્રીન, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો
બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું
આગામી દિવસોમાં ગરમીનો પ્રભાવ વધુ વધે તેવી શક્યતા હોવાથી તંત્ર પણ એલર્ટ પર છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
