Gujarat Weather:ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી તાજી આગાહી અનુસાર, ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ અંગ દઝાડતી ગરમી (Heatwave) પડવાની શક્યતા છે. રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત્ રહેશે, જ્યારે પવનની દિશા બદલાતી રહેવાથી ગરમી વધુ તીવ્ર બનશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અપેક્ષા છે, જેના કારણે લોકોને અસ્વસ્થતા અને અકળામણનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં હાલનું તાપમાન
મુખ્ય શહેરો |
તાપમાન |
| અમદાવાદ | 33.3 °C |
| ગાંધીનગર | 3.2 °C |
| રાજકોટ | 33.9 °C |
ગુજરાતમાં હીટવેવ! (Heatwave)
આ તાપમાન હાલમાં સામાન્ય કરતાં થોડું ઊંચું છે અને આગામી 2-3 દિવસમાં વધુ વધારો થવાની શક્યતા છે. IMDના અહેવાલ મુજબ, માર્ચથી મે સુધીના હોટ વેધર સીઝનમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ હીટવેવ વાળા (Heatwave) દિવસો રહેવાની આગાહી છે. ખાસ કરીને ગુજરાતના અમુક ભાગોમાં માર્ચમાં જ હીટવેવની સ્થિતિ ઊભી થઈ શકે છે.
માર્ચથી મે 2026 દરમિયાન દેશના મોટાભાગમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને હીટવેવ વાળા (Heatwave) દિવસો રહેશે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ અસર વધુ જોવા મળશે. આ સ્થિતિ જાહેર આરોગ્ય, પાણીના સ્ત્રોતો, વીજળીની માંગ અને બાહ્ય કામગીરી કરતા લોકો માટે પડકારરૂપ બની શકે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
