Iran Israel War News/ ખામેનીના મોતથી વિશ્વ બે ભાગમાં વહેંચાયું: પુતિને ગણાવી ‘ઘૃણાસ્પદ હત્યા’, ટ્રમ્પે કહ્યું- ‘ન્યાય થયો’

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને (Vladimir Putin) ઈરાની સુપ્રીમ લીડર ખામેનીના મોતને ઘૃણાસ્પદ હત્યા ગણાવી છે. બીજી તરફ ટ્રમ્પ અને નેતન્યાહુએ ઈરાનમાં સત્તા પરિવર્તનનો ઈશારો કર્યો છે.

Top Stories World
Vladimir Putin on Ali Khamenei Death

Vladimir Putin on Ali Khamenei Death: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના ઇઝરાયેલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં થયેલા મોતે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તેને વિશ્વ માટે ‘ન્યાય’ ગણાવ્યો છે.

 “આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” : Vladimir Putin

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખામેનીના મોતના સમાચાર પર ઊંડો શોક અને ભારે રોષ વ્યક્ત કર્યો છે. પુતિને આ સૈન્ય હુમલાને એક ‘ઘૃણાસ્પદ હત્યા’ ગણાવીને તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલો માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ પ્રચલિત ધોરણોનું સરેઆમ ઉલ્લંઘન છે. નોંધનીય છે કે આ ભીષણ હુમલામાં ખામેનીની સાથે જ તેમના પરિવારના સભ્યો, જેમાં તેમની પુત્રી, પૌત્રી, પુત્રવધૂ અને જમાઈનો સમાવેશ થાય છે, તે તમામના કરૂણ મોત નિપજ્યા છે, જેના કારણે રશિયાએ આક્રમક વલણ અપનાવ્યું છે.

Israel US Attack Iran 1200 Bombs

ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુના આકરા પ્રહાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીના અંતની પુષ્ટિ કરતા કહ્યું કે, “ઇતિહાસનો સૌથી ક્રૂર વ્યક્તિ હવે નથી રહ્યો. આ માત્ર ઈરાન માટે જ નહીં પણ આખી દુનિયા માટે ન્યાય છે.”

બીજી તરફ, ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ ઈરાની નાગરિકોને સીધું સંબોધન કર્યું છે, “હે ઈરાનના નાગરિકો, અત્યાચારની જંજીરો તોડવાની આ તક જતી ન કરો. લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવો અને આ આતંકના શાસનને ઉખેડી ફેંકો. તમારો સમય આવી ગયો છે.”

કોણ છે ઈરાનના નવા લીડર અલીરેઝા આરાફી?

ખામેનીના શક્તિશાળી સ્થાને હવે આયાતુલ્લા અલીરેઝા આરાફીની નિમણૂક કરવામાં આવી છે. 1959માં જન્મેલા આરાફી એક કટ્ટરપંથી શિયા ધર્મગુરુ તરીકેની આગવી ઓળખ ધરાવે છે અને તેઓ અગાઉ ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય તેમજ ઈરાની લશ્કરી સંગઠન ‘બસિઝ’ ના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેઓ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ન્યાયતંત્રના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ સાથે મળીને એક નવી કાઉન્સિલ તરીકે ઈરાનનું સંપૂર્ણ સંચાલન કરશે.


આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા

આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી

આ પણ વાંચો:અલી ખામેની પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પાછળની અંદરની કહાની, ડોનાલ્ડ ટ્રમ્પ પર MBS, બેન્જામિન નેતન્યાહુનું દબાણ?