અમદાવાદ/ પક્ષીને બચાવવા જતા ફાયરમેનનું કરુણ મોત

બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવતી વખતે હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા ફાયરમેનનું મોત નીપજ્યુ છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 16T121211.807 પક્ષીને બચાવવા જતા ફાયરમેનનું કરુણ મોત
  • અમદાવાદ:પક્ષીને બચાવવા જતા ફાયરમેનનું મોત
  • બોપલમાં ફાયર જવાનનું થયું મોત
  • અનિલ પરમાર નામના ફાયરમેનનું મોત

Ahmedabad News: મકરસંક્રાંતિનો તહેવાર અબોલા પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક સાબિત થતો હોય છે. પાછલા વર્ષોમાં અનેક પક્ષીઓ પતંગની ઘાતક દોરીને કારણે ગળા કપાઈ જવાથી મોતને ભેટે છે. તો કેટલાક હતભાગી પક્ષીઓ પતંગની ઘાતક દોરીથી આજીવન ઉડાન ભરી શકતા નથી.  ત્યારે આવામાં આ અબોલા પક્ષીને બચાવવા જતા ફાયરના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવતી વખતે હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા ફાયરમેનનું મોત નીપજ્યુ છે.ઘુમા સ્મશાન પાસે દેવ 94 બિલ્ડીંગ પાસે આ બનાવ બન્યો છે.

આપને જણાવી દઈએ કે,  ફાયર વિભાગનો કર્મચારી શહેરના બોપલ વિસ્તારમાં ફસાયેલા પક્ષીને બચાવવા ગયા હતા. પક્ષીને બચાવવા જતા ફાયરના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે. જેમાં ફાયર કર્મચારી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી ગયો હતો.  ફાયર વિભાગના અધિકારીને હાઇ ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત નીપજ્યુ છે. આ સમાચારને પગલે પરિવાર અને ફાયરના આખા સ્ટાફમાં દુખનો માહોલ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારે રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે કુલ 4476 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ત્યારે સામાન્ય દિવસોની સરખામણીએ 24.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ત્યારે મહત્વનું છે કે અમદાવાદ ફાયર વિભાગને પક્ષીઓના રેસ્ક્યુ માટે ત્રણ દિવસમાં કુલ 62 કોલ મળ્યા છે. ત્યારે શહેરમાં પતંગની દોરીથી 70થી વધુ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 10 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તલોદના રોયલ પાર્ક સોસાયટીમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

આ પણ વાંચો:સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત

આ પણ વાંચો:અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચો:સોમનાથમાં મંદિરનું કામ પૂર્ણ થાય તે પહેલા શિવલિંગની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા, ખુદ રાષ્ટ્રપતિ રહ્યા હતા હાજર