Chhota Udaipur/ બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના, બાળકી થઈ ઈજાગ્રસ્ત

બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં હવામાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ફાયરિંગ કરાતા બુલેટ નીચે પડતા 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 16T120450.035 બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના, બાળકી થઈ ઈજાગ્રસ્ત

Chhota Udaipur News: બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં હવામાં ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. ફાયરિંગ કરાતા બુલેટ નીચે પડતા 8 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

છોટા ઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઢોકલીયા વિસ્તારમાં ગઈ કાલે સાંજે 7 વાગ્યાની આસપાસમાં આકસ્મિક ઘટના બની હતી. આ વિસ્તારમાં હવામાં ફાયરિંગ કરાયું હતું. ત્યાં મકાનના ધાબા પર નાના બાળકો રમી રહ્યાં હતા. જોકે, હવામાં ગોળીબાર કરાતા ગોળી નીચે પડી હતી. ગોળી (બુલેટ) નીચે પડતાં 8 વર્ષની છોકરીને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઈજા થતાં તેના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારે ધાબા પર જઈને જોયું તો ખુરશીમાં કાણું પડ્યું હતું અને બંદૂકની ગોળી બાજુમાં પડી હતી. ઘટના બાદ બાળકીનો પરિવાર તેને તુરંત હોસ્પિટલ લઈ ગયો હતો. ઉપરાંત, આ ઘટનાની જાણ બોડેલી પોલીસને કરવામાં આવી હતી.

આ બંદૂકની ગોળી કોણે ચલાવી? તેનો અસલી માલિક કોણ છે? હવામાં ફાયરિંગ કોણે કર્યું? તેનો ઉદ્દેશ્ય શું હતો વગેરે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પોલીસે ગુનો નોંધી સમગ્ર તપાસની હાલ તપાસ કરી રહી છે અને હવામાં ગોળીબાર કરનારની શોધખોળ કરવામાં આવી રહી છે. તેમજ વડોદરા ફોરેન્સિક લેબોરેટરીની ટીમ ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ કરી રહી છે. વડોદરા FSLમાં પુરાવા મોકલી આપવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતી મહિલાઓ પહેલા આ વાંચી લેજો….તમારી સાથે પણ આવું થઇ શકે

આ પણ વાંચો:અયોધ્યામાં રામલલ્લાની આજથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત્ શરૂ કરાશે, મહોત્સવની શુભ ઘડી આવી ગઈ