Not Set/ આરોગ્ય કેન્દ્રનો નર્સિંગ સ્ટાફ આજથી યુનિફોર્મ નહિ પહેરે,અહીં જાણો કારણ

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ આજે યુનિફોર્મ વગર ફરજ બજાવશે.નર્સિંગ સ્ટાફને યુનિફોર્મ વોશિંગ એલાઉન્સ નહિ મળતા તેમના એસોસિએશનને આ નિર્ણય કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય વિભાગ પંચાયત સેવાના સ્ટાફ નર્સોને રાજય સેવાના સ્ટાફ નર્સોની જેમ નર્સિંગ, યુનિફોર્મ અને વોશીંગ એલાઉન્સ ચુકવવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જો […]

Top Stories Gujarat Others
arjnnn 3 આરોગ્ય કેન્દ્રનો નર્સિંગ સ્ટાફ આજથી યુનિફોર્મ નહિ પહેરે,અહીં જાણો કારણ

રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ આજે યુનિફોર્મ વગર ફરજ બજાવશે.નર્સિંગ સ્ટાફને યુનિફોર્મ વોશિંગ એલાઉન્સ નહિ મળતા તેમના એસોસિએશનને આ નિર્ણય કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા આરોગ્ય વિભાગ પંચાયત સેવાના સ્ટાફ નર્સોને રાજય સેવાના સ્ટાફ નર્સોની જેમ નર્સિંગ, યુનિફોર્મ અને વોશીંગ એલાઉન્સ ચુકવવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી) ખાતે ફરજ બજાવતા સ્ટાફ નર્સો/બ્રધરો આજથી એટલે કે 1 ઓગસ્ટથી યુનિફોર્મ વગર ફરજ બજાવવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસઘે નિર્ણય કર્યો છે.

એસોસિએશનના કહેવા પ્રમાણે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા3/12/2012ના ઠરાવ મુજબ પંચાયત સેવાના સ્ટાફ નર્સો/બ્રધરોને ત્રણેય એલાઉન્સ ચુકવવા ઠરાવ કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ આરોગ્ય કર્મચારીઓના ફેબુ્રઆરી 2019ના આંદોલન સમયે નાયબ મુખ્યમંત્રી સાથે થયેલા સમાધાન મુજબ  ફરીથી યુનિફોર્મ એલાઉન્સ ચૂકવવા સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો હતો.તેમ છતાં આજ દિન સુધી તેનો અમલ થયો નથી.

રાજ્ય સરકારના ઠરાવ અને પરિપત્રનું જિલ્લા કક્ષાએ અર્થઘટન કરવાની કોઈ સત્તા નથી તેવા વહીવટી કર્મચારી, અધિકારીઓ દ્વારા ખોટા અર્થઘટન કરી જીલ્લાના શાખા અધિકારીઓને ગેરમાર્ગે દોરી કર્મચારીઓને આ એલાઉન્સથી વંચિત રખાતા હવે તા.1/08/2019થી રાજ્ય વ્યાપી યુનિફોર્મ બહિષ્કાર કરવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આદેશ કરી દીધો છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની તા.14/7/2019ની રાજકોટ (વિરપુર) ખાતે મળેલ કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય મુજબ સુરત જિલ્લાની સાથે જે જીલ્લામાં સ્ટાફ નર્સોને આ એલાઉન્સ ચુકવવાતું નહીં હોય તેવા જીલ્લાના સ્ટાફ નર્સો/બ્રધરો તા.1/08/2019થી યુનિફોર્મનો બહિષ્કાર કરી  ફરજ બજાવશે. સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા 70 જેટલા કર્મચારીઓ ગુરૂવારથી યુનિફોર્મનો બહિષ્કાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.