Not Set/ મિકા સિંહે પાકિસ્તાનમાં જઇ પરફોર્મ કર્યું,લોકો વરસાઇ રહ્યાં છે ફીટકાર

મુંબઇ, જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતા આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવ્યા બાદથી ભારત-પાકિસ્તાનમાં તણાવ ચાલુ છે. આ વચ્ચે બોલીલુડનો સિંગર મીકા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પાકિસ્તાનના કરાંચી શહેરમાં પર્ફોમન્સ કરતો જોવા મળી રહ્યો છે. એક બાજુ દેશભરના લોકો પાકિસ્તાન પર ફીટકાર વરસાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ મિકા સિંહ ત્યાં જઇને મનોરંજન પુરૂ […]

Top Stories Entertainment
aaas 13 મિકા સિંહે પાકિસ્તાનમાં જઇ પરફોર્મ કર્યું,લોકો વરસાઇ રહ્યાં છે ફીટકાર

મુંબઇ,

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતા આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવ્યા બાદથી ભારત-પાકિસ્તાનમાં તણાવ ચાલુ છે. આ વચ્ચે બોલીલુડનો સિંગર મીકા સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પાકિસ્તાનના કરાંચી શહેરમાં પર્ફોમન્સ કરતો જોવા મળી રહ્યો છે.

એક બાજુ દેશભરના લોકો પાકિસ્તાન પર ફીટકાર વરસાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ મિકા સિંહ ત્યાં જઇને મનોરંજન પુરૂ પાડી રહ્યો હતો.

પાકિસ્તાનમાં થયેલાં પર્ફોર્મન્સ માટે મીકા સિંહે લોકો ટ્રેલ કરી રહ્યાં છે.મીકા સિંહેએ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના એક સંબંધીના ત્યાં મહેંદીની રસ્મ દરમિયાન આ પર્ફોમન્સ  આપ્યું હતું. આ પર્ફોમન્સ  નો વીડિયો સામે આવ્યા બાદ ભારતની સાથે સાથે પાકિસ્તાનના ટ્વિટર યૂઝર્સે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં મીકા સિંહે પર ગુસ્સે થયા લોકો

એક યુઝર્સે લખ્યું કે એક બાજુ પાકિસ્તાને ભારત સાથેના બધા સંબંધો સમાપ્ત કર્યા છે. બીજી બાજુ, હાલની પરિસ્થિતિમાં, પાકિસ્તાનમાં પર્ફોર્મન્સ કરતી વખતે મીકાને શરમ આવવી જોઈએ.

બીજા યુઝરે લખ્યું- મીકાના પાસપોર્ટ અને નાગરિકતા રદ કરો. તેમને ફક્ત પાકિસ્તાનમાં જ રહેવા દો. અન્ય એક યુઝરે લખ્યું- શરમ કરો.

બીજા યુઝરે લખ્યું – પાજી તમે પણ દેશદ્રોહી થયા. દેશએ તમને ઘણું આપ્યું છે.

મીકાએ 8 ઓગસ્ટે મુશર્રફના સબંધીના લગ્નના મહેંદી ફંક્શનમાં પર્ફોમન્સ આપ્યું હતું. તે પોતાના 14 ગ્રુપ સભ્યો સાથે અહીં ગયો હતો. અહેવાલો અનુસાર, તેમને અહીં પરફોર્મ કરવા માટે, 1.06 કરોડ રૂપિયા. મળ્યા.

એક પાકિસ્તાની સિંગરે એની પર નારાજગી વ્યક્ત કરતાં ટ્વિટ કરીને કહ્યું, ‘કાશ્મીરમાં આ સમયે પૂરી રીતે તાળાબંધી છે. પરંતુ એક સ્વતંત્ર દેશ રહેતા આપણે કંઇ પણ આપણી પસંદનું કરી શકીએ છીએ. કેમ એક ઇન્ડિયન સિંગર અહીંયા આવીને પર્ફોમન્સ  ના કરી શકે અને ટેક્સ ફ્રી ડોલર્સ કમાઇને પાછો ના જઇ શકે.’

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.