Not Set/ મોડી રાત્રે પ્રેમીને મળવા ગયેલી કિશોરીને ગ્રામીણોએ ચોર સમજી ઢોર માર માર્યો

દેશમાં જ્યા ભીડતંત્રએ દોષીને સજા સંભળાવી ઘટનાસ્થળે જ સજા આપવાનુ શરૂ કર્યુ છે ત્યારે તેના સૌથી વધુ બનાવો મધ્યપ્રદેશમાં બન્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે અત્યાર સુધી ખાસ કરીને પુરષ તેનો શિકાર બન્યા છે પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશનાં […]

India
mid night મોડી રાત્રે પ્રેમીને મળવા ગયેલી કિશોરીને ગ્રામીણોએ ચોર સમજી ઢોર માર માર્યો

દેશમાં જ્યા ભીડતંત્રએ દોષીને સજા સંભળાવી ઘટનાસ્થળે જ સજા આપવાનુ શરૂ કર્યુ છે ત્યારે તેના સૌથી વધુ બનાવો મધ્યપ્રદેશમાં બન્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. જો કે અત્યાર સુધી ખાસ કરીને પુરષ તેનો શિકાર બન્યા છે પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળી તમે પણ ચોંકી જશો. આપને જણાવી દઇએ કે, મધ્યપ્રદેશનાં બેતુલ જિલ્લામાં એક યુવતીને તેના પ્રેમીને સોરી કહેવાનું મોંઘુ પડી ગયુ હતુ. રાત્રે ત્રણ વાગ્યે પ્રેમીનાં ગામમાં સોરી બોલવા આવેલી યુવતી પર ગામનાં લોકોએ લાકડી અને કુહાડી વડે ચોર સમજી હુમલો કર્યો હતો.

પ્રેમીને સોરી બોલવા 17 વર્ષીય કિશોરી ઢુટમુર ગામથી બોરીખુર્દ પહોંચી હતી. સ્થાનિક પોલીસનાં જણાવ્યા મુજબ કિશોરીને તેના ગામમાં છોડવા માટે પ્રેમી તેના મિત્રને બોલાવવા ગયો હતો. ત્યારબાદ કૂતરાથી ડરીને છોકરી નજીકનાં મકાનનાં બાથરૂમમાં ઘૂસી ગઈ. આ દરમિયાન, ગામલોકોની નજર તેના પર પડી અને તેને ચોર સમજી તેમણે યુવતી ઉપર લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો.

ગર્લફ્રેન્ડને ઘાયલ જોઇને પ્રેમીએ સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કિશોરીને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આ કેસમાં ઘણા ગ્રામજનોની અટકાયત કરી છે અને આ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે અહી તે કિશોરીનું નસીબ સારુ રહ્યુ હતુ કે તેનો જીવ બચી ગયો અને સમયસર પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ. જો થોડો સમય વધુ થયો હોત તો કિશોરીની શું હાલત થઇ હોત તે આજે સૌ કોઇ જાણે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.