Not Set/ વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતો ASI રંગે હાથ પકડાયો, વીડિયો વાયરલ

પંજાબનાં બઠિંડા જિલ્લાનાં સીઆઈએ સ્ટાફનાં એએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

India
Untitled 44 વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતો ASI રંગે હાથ પકડાયો, વીડિયો વાયરલ

પંજાબનાં બઠિંડા જિલ્લાનાં સીઆઈએ સ્ટાફનાં એએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, એએસઆઈ આરોપી ગુરિન્દર સિંહને વિધવા મહિલા પર દુષ્કર્મ કરતી વખતે ગ્રામજનોએ પકડી લીધો હતો. લોકોને જોઈને આરોપી ગુરિન્દરસિંહે છુપાઈને રડવાનું શરૂ કર્યું. જેનો વીડિયો બનાવી લોકોએ વાયરલ કરી દીધો છે.

રાહતનાં સમાચાર / રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

આપને જણાવી દઇએ કે, આરોપી એએસઆઈ ગુરવિંદર સિંહ વિધવા મહિલા સાથે સંબંધ બાંધવા માંગતો હતો, પરંતુ જ્યારે તેણી માની નહી, ત્યારે આરોપીએ પીડિત મહિલાને બ્લેકમેઇલ કરવા માટે પહેલા તેના 20 વર્ષનાં પુત્ર પર નશાની તસ્કરીનો જુઠ્ઠો કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી અને બાદમાં તેને છોડવાના બદલામાં મહિલા પાસેથી 2 લાખ રૂપિયાની માગં કરી. એક લાખ રૂપિયા છતા તેેણે તે મહિલાનાં પુત્રને છોડ્યો નહી અને મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનું દબાણ કર્યુ. ત્યારબાદ તેણે મહિલા સાથે એકવાર જબરદસ્તી દુષ્કર્મ પણ કર્યુ.ગભરાયેલી મહિલાએ સમગ્ર મામલે પંચાયતને જાણ કરી મદદની વિનંતી કરી હતી, ત્યારબાદ ગ્રામજનોએ છટકું મૂકીને આરોપીને રંગે હાથે પકડ્યો હતો. પોલીસકર્મીની નગ્ન હાલતમાં પણ વીડિયો બનાવવામાં આવી હતી. આ પછી ગ્રામજનોએ એસએસપી બઠિંડાને સમગ્ર માહિતી આપી હતી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પીડિતા મહિલાને તબીબી સારવાર આપ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 376 હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. એસએસપી ભૂપેન્દરજિત સિંહ વિર્કેએ જણાવ્યું હતું કે આરોપીને બરતરફ કરાયો છે.

રાજકારણ / પપ્પુ યાદવની પત્નીએ આપી ધમકી, જો મારા પતિને મુક્ત કરવામાં ન આવ્યા તો…

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા પંજાબ પોલીસનો આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ શાકભાજીની ટોપલીને ફૂટબોલની જેમ લાત મારીને પાડી દીધી હતી. પોલીસનું આ પ્રકારનું વર્તન જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં એક એસએચઓ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

sago str 11 વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતો ASI રંગે હાથ પકડાયો, વીડિયો વાયરલ