દિલ્હી/ કોરોના વાળી આ ડાયલર ટયુનની ટીકા કરતા HC એ કહ્યું ….

તમે લોકોને રસી આપી રહ્યા નથી છતાં પણ કહી રહ્યા છો કે રસીકરણ કરાવી લો લોકો કેવી રીતે રસીકરણ કરાવશે જ્યારે રસી ક્યાંય ઉપલબ્ધ નથી તો આવા સંદેશ નો મતલબ શું ?

Top Stories India
olpaad 2 કોરોના વાળી આ ડાયલર ટયુનની ટીકા કરતા HC એ કહ્યું ....

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રસી અપાવવાની વિનંતી કરતા ડાયલર ટ્યુનની ટીકા કરતાં દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કહ્યું કે અમને ખબર નથી કે આ ખલેલ પહોંચાડવાનો મેસેજ કેટલા સમયથી વાગી રહ્યો છે અને લોકોને પૂરતી રસી ઉપલબ્ધ ન હોય ત્યારે લોકોને રસી અપાવવાનું કહી રહ્યા છે.

ન્યાયમૂર્તિ બીપીન સાંધી અને રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું લોકો જ્યારે ફોન કરે છે, તો અમને ખબર નથી કે છેલ્લા કેટલાય દિવસોથી એક હેરાન કરવા વાળી ડાયલર ટોન સાંભળી રહ્યા છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે રસીકરણ કરવું જોઈએ ,જ્યારે હકીકત એ છે કે કેન્દ્ર સરકાર પાસે પર્યાપ્ત માત્રામાં રસી છે જ નહીં. વધુમાં તેમણે કહ્યું કે તમે લોકોને રસી આપી રહ્યા નથી છતાં પણ કહી રહ્યા છો કે રસીકરણ કરાવી લો લોકો કેવી રીતે રસીકરણ કરાવશે જ્યારે રસી ક્યાંય ઉપલબ્ધ નથી તો આવા સંદેશ નો મતલબ શું ?

સરકાર દ્વારા આ બાબતોમાં નવા વિચારોની અમલીકરણની જરૂરિયાત છે આ અંગે ટિપ્પણી કરતાં ખંડપીઠે કહ્યું હતું કે તમારે દરેકને રસી પૂરી પાડવી જોઈએ જો તમારે પૈસા જ લેવા હોય તો લો પણ પૂરી પાડો પણ આમ જ કરી રહ્યા છે કોર્ટે કહ્યું કે સરકારે આજ ડાયલર ટ્યુન ની જગ્યાએ અલગ અલગ સંદેશ સાથે જુદી જુદી ડાયલર ટ્યુન તૈયાર કરવી જોઈએ શું ત્યાં સુધી આ ડાયલર ટયુન ખરાબ ન થાય ત્યાં સુધી તમે તેને વગાડતા રહેશો

કોર્ટે કહ્યું, ‘તો કૃપા કરીને વધુ કેટલાક નવા ડાયલર સંદેશ તૈયાર કરો. જ્યારે લોકો દર વખતે જુદા જુદા (સંદેશા) સાંભળે છે, ત્યારે તેઓની મદદ કરવામાં આવશે. ”કોર્ટે કહ્યું કે ટીવી પ્રસ્તુતકર્તાઓ, નિર્માતાઓને લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો બનાવવા માટે કહેવા જોઈએ, અને અમિતાભ બચ્ચન જેવા લોકપ્રિય લોકો આમાં મદદ કરવા માટે કરી શકે છે.