Politics/ પશ્ચિમ બંગાળમાં થયો બોમ્બ વિસ્ફોટ, ભાજપનાં 6 કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

શુક્રવારે રાત્રે પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ ભાજપનાં કાર્યકર્તા હોવાનુ સામે આવ્યુ છે.

India
Mantavya 112 પશ્ચિમ બંગાળમાં થયો બોમ્બ વિસ્ફોટ, ભાજપનાં 6 કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

શુક્રવારે રાત્રે પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ ભાજપનાં કાર્યકર્તા હોવાનુ સામે આવ્યુ છે. તેમાંથી બેની હાલત નાજુક છે. ગઈકાલે રાત્રે આ ભાજપનાં કાર્યકરો લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કેટલાક અરાજક તત્વોએ તેના પર બોમ્બ ફેંકી દીધા હતા. તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત વધારો, જાણો શું છે US અને બ્રાઝિલની સ્થિતિ?

આપને જણાવી દઈએ કે, આ ભાજપનાં કાર્યકર્તા શુક્રવારે લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કેટલાક અરાજક તત્વોએ તેમના પર બોમ્બ ફેંકી નાસી છુટ્યા હતા, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘાયલ લોકોએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. અહેવાલો મુજબ ઘાયલોની હજી સારવાર ચાલી રહી છે. ગોસાબા વિધાનસભા બેઠક પર, તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર જયંત નાસકરે આક્ષેપોને નકારી કાઠતા કહ્યું હતું કે, ભાજપનાં નેતા વરુણ પ્રમાણિકે કેટલાક બદમાશોની મદદથી બોમ્બ લગાવવાનો પ્રયાસ કર્યો છે.

Covid-19: અમદાવાદીઓ ચેતી જજો! કોરોનાનાં કેસમાં નોંધાઇ રહ્યો છે સતત ઉછાળો

આપને જણાવી દઈએ કે, 27 માર્ચથી પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં બંને પક્ષો દરેક મોરચે એક બીજાને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા પ્રસંગોએ, બંને પક્ષોનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળનાં લોકોને દરેક રીતે લાલચ આપવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં ભાજપે ખૂબ જ જોરદાર રીતે ચૂંટણીનાં મેદાનમાં પ્રવેશ કર્યો છે. બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં મળેલી સફળતાને ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં ફેરવવા માંગે છે. જો કે, ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. હવે એ જોવાનું રહ્યું કે, ઉંટ કઈ બાજુ બેસે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 2 મે નાં રોજ આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ