Not Set/ બિહાર,આસામ-યુપી પૂરની ઝપેટે, કાઝીરંગા ઉદ્યાનનો 70% ભાગ પાણીમાં ગરકાવ

દેશનાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા છવાયેલું છે અને ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે હાલમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. યુપી સહિત અમાસ અને બિહારનાં ઘણા વિસ્તારો નદીઓમાં વધતા પાણીના સ્તરને કારણે ડૂબી ગયા છે. આસામમાં પૂરથી 7 જેટલા લોકોનું મોત થયા છે, જ્યારે બિહારમાં પૂરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા […]

Top Stories India
Dk3V5hcXcAAAF9P 1 બિહાર,આસામ-યુપી પૂરની ઝપેટે, કાઝીરંગા ઉદ્યાનનો 70% ભાગ પાણીમાં ગરકાવ
દેશનાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા છવાયેલું છે અને ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનાં કારણે હાલમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. યુપી સહિત અમાસ અને બિહારનાં ઘણા વિસ્તારો નદીઓમાં વધતા પાણીના સ્તરને કારણે ડૂબી ગયા છે. આસામમાં પૂરથી 7 જેટલા લોકોનું મોત થયા છે, જ્યારે બિહારમાં પૂરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 13 થઈ ગઈ છે. યુપીમાં 9 જુલાઇથી 12 જુલાઈ સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હોવાથી પ્રાણી અને વન્ય જીવોની હાલત દયાનીય બની ગઇ છે. આટલું અપુરતુ હોય તેમ હવામાન ખાતાએ 24 કલાકની ભારે વરસાદની ચેતવણી આપી છે.

 

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનાં 70 ટક ભાગ પર પાણી ફરી વળ્યા Kaziranga National Park sub બિહાર,આસામ-યુપી પૂરની ઝપેટે, કાઝીરંગા ઉદ્યાનનો 70% ભાગ પાણીમાં ગરકાવ

આસામનાં વિનાશક પૂરને કારણે ગેંડા અને અન્ય દુર્લભ વન્ય જીવન માટે જાણીતા કાઝીરંગા નેશનલ પાર્કનાં લગભગ 70 ટકા ભાગો પાણી ડૂબી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વન અધિકારીઓને ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તમામ વન્ય જીવોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળો તરફ દોરવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે.

આસામ

સમગ્ર દેશમાં બિહાર અને આસામમાં વરસાદ અને પૂરને લીધે 20 થી વધુ લોકોના મોત થયા છે.

બ્રહ્મપુત્રનાં ઉપરનાં વિસ્તારોની સાથે, આસામ અને અરુણાચલ પ્રદેશનાં ઉપરવાસનાં જિલ્લાઓમાં મોર વરસાદનાં કારણે નદીઓ ગાંડીતૂર બનતા 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આશરે 4.5 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. સતત વરસાદને લીધે 7 લોકોના મોત થયા છે. આર્મી અને એનડીઆરએફ ટીમો પાણીમાં ફસાયેલા લોકોને  બચાવવામાં અને રાહત કાર્યોમાં વ્યસ્ત છે.

બિહાર

assam rescue operations બિહાર,આસામ-યુપી પૂરની ઝપેટે, કાઝીરંગા ઉદ્યાનનો 70% ભાગ પાણીમાં ગરકાવ

ભારે વરસાદને કારણે બિહાર અત્યાર સુધીમાં 13 લોકો માર્યા ગયા છે, કારણ કે ભારે વરસાદથી કોસી નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે. પૂર્વ બિહારમાં કોસી-સિમંચાલનાં નદીઓ  ગાંડીતૂર બની છે. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જુદા જુદા અકસ્માતોમાં આશરે 13 લોકોના મોત થયા છે. પશ્ચિમ ચંપારણમાં ગંધક નદીનું પાણી સ્તર ઉચ્ચ પર પહોંચી જાવથી ખતરાનાં સ્તરે વહી રહ્યું છે. તો પટનામાં ગંગા નદીનાં પાણીનાં સ્તરમાં વધારો જોવા મળી રહ્યા હોવાથી પરિસ્થિતિ વણસે તેવી સંભાવના જોવામા આવી રહી છે.

ઉત્તર પ્રદેશ

Madhubani flooded બિહાર,આસામ-યુપી પૂરની ઝપેટે, કાઝીરંગા ઉદ્યાનનો 70% ભાગ પાણીમાં ગરકાવ

ઉત્તર પ્રદેશનાં 14 જિલ્લાઓમાં તીવ્ર વરસાદને કારણે, છેલ્લા ત્રણ દિવસમાં 15 લોકોનાં મોત થયા છે. તો અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સત્તાવાર માહિતી અનુસાર, 9 જુલાઇથી 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં 15 લોકો અને 23 પ્રાણીઓનાં પૂરનાં કારણે મોત થયા છે. તો સાથે સાથે 133 ઇમારતો પડી ગઇ છે.પ્રયાગરાજ, ગૌરખપુર, કાનપુર, પીલીભિત, સાણભદ્રા, ચંદૌલી, ફિરોઝબાદ, માઉ અને સુલ્તાનપુર પર વરસાદી ખતરો મંડરાયેલો જોવામાં અવી રહ્યો છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી અમિત શાહ રાખી રહ્યા છે રાહત અને બચાવ કાર્ય પર સીધી દેખરેખ 
શનિવારે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને રાજ્ય અને કેન્દ્રિયી મંત્રાલયો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલા બચાવ અને રાહત કાર્યને વધુ વેગવંતુ બનાવવા બેઠક યોજવામા આવી હતી. શાહ દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાહત અને બચાવ કાર્ય પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Mantavyanews