Not Set/ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર, નાપાસ થતાં વિધાર્થીએ કર્યો આપઘાત

વલસાડ પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.. એકબાજુ વિદ્યાર્થીઓ ઢોલનગારા ગરબા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં. તો વલસાડમાં  પારડી ઉદવાડા ગામ પી.જી. મિસ્ત્રી શાળાનો ધોરણ 10 નો વિધાર્થી નાપાસ થતા મોતીવાડા રેલવે ટ્રેક નીચે પડતું મુકી દીધું હતું. જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં અને વિદ્યાર્થીઓમાં અને પરિવારમાં […]

Top Stories Trending
મોત ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર, નાપાસ થતાં વિધાર્થીએ કર્યો આપઘાત

વલસાડ

પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.. એકબાજુ વિદ્યાર્થીઓ ઢોલનગારા ગરબા સાથે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં. તો વલસાડમાં  પારડી ઉદવાડા ગામ પી.જી. મિસ્ત્રી શાળાનો ધોરણ 10 નો વિધાર્થી નાપાસ થતા મોતીવાડા રેલવે ટ્રેક નીચે પડતું મુકી દીધું હતું.

જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં અને વિદ્યાર્થીઓમાં અને પરિવારમાં શોક સાથે ચિંતાનો માહોલ છવાયો છે. પરિણામ સાથે પ્રથમ આત્મહત્યાની ઘટના સામે આવે છે. હાલ એવી પણ આશંકા સેવાઈ રહી છે કે વિધાર્થી ટ્રેનના પાટાને ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટ્રેન તેના ફરીવળી, હાલ આ ઘટના અંગે ઔપચારિક પૃષ્ટી થઇ નથી. હાલ પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આશરે 11.06 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ સામે આવ્યું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ સવાર 6 વાગ્યાથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ રહ્યા છે. સૌથી વધુ સુરત જિલ્લાનું 80.06 ટકા પરિણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ખોરાસા કેન્દ્રનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે.