Robbery/ સુરત હાઇવે પર કાર રોકીને 55 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા 55 લાખની લૂંટ થઈ છે કે, ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલીક ડિંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Top Stories Gujarat
18 2 સુરત હાઇવે પર કાર રોકીને 55 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

દિવાળી નજીક આવતાની સાથે જ સુરતમાં લૂંટની ઘટનાઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતનો કાપડ વેપારી ડીંડોલીથી ચલથાન તરફ કેનલ રોડ પરથી હાઇવે ઉપર જઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા ઈસમોએ ગાડી ઉપર કીચડ ફેંક્યા બાદ વેપારીએ ગાડી ઉભી રાખી હતી.  આ ઇસમોએ વેપારીની ગાડીમાં રહેલા 55 લાખ રૂપિયાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલાની જાણકારી વેપારીએ પોલીસને આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરતનો યાનના વેપારી સાથે રૂપિયા 55 લાખની લૂંટ થઈ છે કે, ચીલ ઝડપ થઈ છે તે અંગેની જાણ પોલીસને થતા જ તાત્કાલીક ડિંડોલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ જે રીતે હાઈવે પર કારની સ્થિતિ જોવા મળી અને વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જેને લઇને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો મોડી સાત સુધી તપાસ માટે દોડી આવ્યો હતો. ડિંડોલી પોલીસ સહિત એસપી, ડીસીપી ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે વેપારી સાથે બનેલી ઘટનાની હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે.