Not Set/ નવસારી પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવકોનાં ઘટના સ્થળે જ મોત

સુરત – મુબંઇ નેશનલ હાઇવે પર નવસારીનાં ખારેલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સુરતથી મુંબઈ તરફ જઇ રહેલી કારનાં ડાઇવરે કાર પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેનાં રોડ પર આવી ગઇ હતી. કાર સામેનાં રોડ પર આવી જતા સામેથી […]

Gujarat Others
navsari1 નવસારી પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવકોનાં ઘટના સ્થળે જ મોત

સુરત – મુબંઇ નેશનલ હાઇવે પર નવસારીનાં ખારેલ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સુરતથી મુંબઈ તરફ જઇ રહેલી કારનાં ડાઇવરે કાર પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેનાં રોડ પર આવી ગઇ હતી. કાર સામેનાં રોડ પર આવી જતા સામેથી આવી રહેલા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ અને કુરચે કુરચા ઉડી ગયા હતા.

navsari નવસારી પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવકોનાં ઘટના સ્થળે જ મોત

દુર્ઘટના સમયે કારની સ્પીડ એટલી ફાસ્ટ હતી કે અથળામણ સમયે પ્રચંડ ધડાકો સંભળાયો હતો. અટલી પ્રચંડતાથી કાર અથડાતા અંદર સવાર તમામ પાંચ યુવકોનાં ઘટને સ્થળે જ મોત નિપજ્યા હતા. કારની હાલત એટલી ખરાબ થઇ હતી કે કારમાંથી યુવકોનાં મૃતદેહને બહાર કાઢવા માટે કારના પતરા કાપવા પડ્યા હતા.

navsari2 નવસારી પાસે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવકોનાં ઘટના સ્થળે જ મોત

અકસ્માતનાં પગલે આસપાસનાં સ્થાનીકો દ્રારા 108 અને પોલીસને ઘટનાની જાણ કરવામા આવતા ગણદેવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રથમિક તપાસમાં મરનાર યુવકો સુરતનાં લંબે હનુમાન વિસ્તારનાં હોવાનું સામે આવી રહ્યું છે. ગમખ્વાર અકસ્માતને કારણે ભારે ટ્રાફિક ઘરાવતાં સુરત – મુબંઇ હાઇવે પર ચકાજામ સર્જાયો હતો.