Not Set/ PM મોદી ઇન એક્શન : વિકાસ-રોજગારી માટે બે કેબિનેટ સમિતિની રચના

PM મોદી દ્રારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. PMએ વિકાસ દરને વેગ આપવા અને  રોજગારી વધારવા માટે બે કેબિનેટ સમિતીની રચના કરી દીધી છે. દેશમાં જોવા મળેલી ધિમો વિકાસ દર અને વધતી જતી બેરોજગારી સામે અર્થતંત્રને દબકતું કરવા માટે PM પોતાની અધ્યક્ષતા હેઠળ બે નવી કેબિનેટ સમિતિઓની રચના કરી છે. આપને જણાવી દઇએ કે આજે […]

Top Stories India
modi announcement e1559748400978 PM મોદી ઇન એક્શન : વિકાસ-રોજગારી માટે બે કેબિનેટ સમિતિની રચના

PM મોદી દ્રારા મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. PMએ વિકાસ દરને વેગ આપવા અને  રોજગારી વધારવા માટે બે કેબિનેટ સમિતીની રચના કરી દીધી છે. દેશમાં જોવા મળેલી ધિમો વિકાસ દર અને વધતી જતી બેરોજગારી સામે અર્થતંત્રને દબકતું કરવા માટે PM પોતાની અધ્યક્ષતા હેઠળ બે નવી કેબિનેટ સમિતિઓની રચના કરી છે. આપને જણાવી દઇએ કે આજે જ વિશ્વ બેંક દ્રારા સરકાર માટે સારા સમાચાર આપવામાં આવ્યો છે. વિશ્વ બેંકનાં એક રિપોર્ટમાં ભારતનો વિકાસ દર આવનારા 3 વર્ષો માટે 7.50% જેટલો આંકવામા આવ્યો છે. વિશ્વ બેંક દ્રારા ભારત આનારા વર્ષોમાં ચીનને અર્થતંત્રના વિકાસ મામલે પછાડી વિશ્વમાં ઝડપી વિકાસ દરમાં અવ્વલ રહેશે તેવું અવલોકન પણ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે વિશ્વ બેંકનાં રિપોર્ટમાં આવુ થવાનું કારણ ભારતનાં નવી રચાયેલી સ્થિર સરકાર હોવાનું જણાવવામા આવી રહ્યું છે. ત્યારે સરકાર દ્રારા મંદ ચાલી રહેલા અર્થતંત્રને જીવંત કરનાનાં આ નિર્ણયે તે વાતને સાચી ઠેરાવી છે.

cabinate committee PM મોદી ઇન એક્શન : વિકાસ-રોજગારી માટે બે કેબિનેટ સમિતિની રચના                       આર્થિક વિકાસ અને રોકાણ સમિતિ

આર્થિક વિકાસ અને રોકાણ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમન, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી અને રેલવે પ્રધાન પીયૂષ ગોયલ એમ પાંચ સભ્યોની છે. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ દેશમાં આર્થિક વિકાસ દર અને રોકાણ  વધારવીને રહેશે.

793295 modi brics PM મોદી ઇન એક્શન : વિકાસ-રોજગારી માટે બે કેબિનેટ સમિતિની રચના                   રોજગાર અને કૌશલ્ય વિકાસ સમિતિ

રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે રચવામાં આવેલ સમિતિમાં અમિત શાહ, નિર્મલા સીતારામને, પિયુષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર, રમેશ પોખિરયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્ર નાથ પાંડે, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપ સિંઘ પુરી એમ 10 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિનું ફોકસ હાલ તો દેશમાં રોજગારીની મહત્મ તકો ઉભી કરવાનું રહેશે.

સરકારની ચિંતાનાં આ છે બે કારણો

આપને જણાવી દઇએ કે NSSOનાં આંકડા મુજબ વર્ષ 2018-19નો GDP છેલ્લા ક્વાર્ટરમાં 5.8% રહ્યો છે. નવી સરકાર માટે ચિંતાનું મુખ્ય કારણ બની ગયું છે. GDP અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.2 ટકાના લક્ષ્યની સામે 6.8 ટકા આંકવામાં આવ્યો હતા. જો રોજગારીની વાત કરવામાં આવે તો વાર્ષિક અહેવાલ અનુસાર બેરોજગારીનો દર 6.1% રહ્યો છે  જે પાછલા 45 વર્ષમાં સૌથી વધુ છે.