Not Set/ જુહાપુરા પોસ્ટમાસ્તરે 15 લાખ ની કરી ઉચાપત

જુહાપુરામાં આવેલ પોસ્ટ ઓફિસના પોસ્ટર માસ્તર દ્વારા ખાતેદારોએ જમા કરાવેલા રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ થઇ છે. પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ૧પ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા. સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેકોર્ડ તપાસમાં ગયા ત્યારે રૂપિયાની ઉચાપત થઇ […]

Ahmedabad Gujarat
juhapura જુહાપુરા પોસ્ટમાસ્તરે 15 લાખ ની કરી ઉચાપત

જુહાપુરામાં આવેલ પોસ્ટ ઓફિસના પોસ્ટર માસ્તર દ્વારા ખાતેદારોએ જમા કરાવેલા રૂપિયાની બારોબાર ઉચાપત થઇ ગઈ હોવાનો કિસ્સો સામે આવતાં પોલીસ ફરિયાદ થઇ છે. પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ૧પ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લીધા હતા. સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેકોર્ડ તપાસમાં ગયા ત્યારે રૂપિયાની ઉચાપત થઇ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

મોહંમદ શોએબ સૈયદે રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવવાની જગ્યાએ તેનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યાે હતાે. રૂપિયા જમા નહીં થતાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મોહંમદ શોએબ સૈયદે ૧પ લાખ રૂપિયાની ઉચાપત કરી છે. પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગઇ કાલે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોહંમદ શોએબ સૈયદ સામે ઉચાપતની ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે