અંજાર,
અંજાર શહેરના ચિત્રકૂટ સર્કલ પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલો સરેઆમ નિયમોનો ભંગ કરી જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરે છે. આ અંગે જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેણે ફોટા પાડી પાલિકાની સ્વચ્છતા એપમાં અપલોડ કર્યા હતા.
જેને પગલે ચીફ ઓફિસર સંજય પટેલ અને સેનિટેશન વિભાગના ચેરમેન દીપક આહીરની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા અહીંની આસ્થા તેમજ લીલાવંતી હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાનું ખુલવા પામ્યું હતું.
ખાનગી હોસ્પિટલ દ્વારા આવી રીતે જાહેરમાં વેસ્ટનો નિકાલ કરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જે સમયે ભારે હોબાળો મચ્યો હતો ત્યારે હાલમાં ગાંધીધામ ની ઘટનાનું પુનરાવર્તન અંજારમાં થતું હોય તેવો તાલ સર્જાયો છે.
અંજારમાં ખાનગી હોસ્પિટલો દ્વારા જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદો બાદ તંત્ર સજાગ બન્યું છે.જાહેરમાં ઠાલવવામાં આવતા બાયોવેસ્ટના ફોટા પાલિકાની સ્વચ્છતા એપમાં દ્રશ્યમાન થતા પાલીકા તંત્ર દોડતું થયું છે….
ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા અહીંની આસ્થા વુમન્સ હોસ્પિટલ અને લેપ્રોસકોપી સેન્ટર, વાત્સલ્ય નવજાત શિશુ અને બાળકોની હોસ્પિટલ તેમજ લીલાવંતી હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતો હોવાનું ખુલવા પામ્યું હતું.
આ નીકાલ માનવજીવન માટે જોખમી અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જેથી પાલિકાએ ત્રણેય હોસ્પિટલને નોટિસ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા ગાંધીધામમાં ખાનગી હોસ્પિટલ દ્વારા આવી રીતે જાહેરમાં વેસ્ટનો નિકાલ કરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે સમયે ભારે હોબાળો મચ્યો હતો ત્યારે હાલમાં ગાંધીધામની ઘટનાનું પુનરાવર્તન અંજારમાં થતું હોય તેવો તાલ સર્જાયો છે.