Not Set/ છોટાઉદેપુર / નસવાડીમાં શિક્ષિકા પત્નીની હત્યા, શિક્ષક પતિ બે બાળકો સાથે ફરાર

વડોદરા જીલ્લાના છોટાઉદેપુર તાલુકાના નસવાડી ખાતે એક શિક્ષક પતિએ પોતાની શિક્ષિકા પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પત્ની અલ્પાબેનની હત્યા કર્યા બાદ હત્યારો પતિ બન્ને બાળકોને લઈને ફરાર થઇ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અલ્પાબેન ગઢબોરીયાદ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તો તેમના પતિ મુકેશભાઈ સોલંકી આણંદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. […]

Gujarat Others
નસવાડી છોટાઉદેપુર / નસવાડીમાં શિક્ષિકા પત્નીની હત્યા, શિક્ષક પતિ બે બાળકો સાથે ફરાર

વડોદરા જીલ્લાના છોટાઉદેપુર તાલુકાના નસવાડી ખાતે એક શિક્ષક પતિએ પોતાની શિક્ષિકા પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પત્ની અલ્પાબેનની હત્યા કર્યા બાદ હત્યારો પતિ બન્ને બાળકોને લઈને ફરાર થઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલ્પાબેન ગઢબોરીયાદ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તો તેમના પતિ મુકેશભાઈ સોલંકી આણંદ જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત રોજ સાંજે પતિ મુકેશ પત્ની અલ્પા અને બે બાળકોને મળવા માટે આવ્યા હતા.

ત્યારે જ રાત્રે રોટલી બનાવવાની લોખંડની તાવી થી પત્ની અલ્પાબેનના  ગળા પર ગંભીર રીતે ઘા માર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું. ત્યારબાદ મુકેશ બંને બાળકોને લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.