Statement/ ગોવાના મંત્રીએ આપ્યું વિચિત્ર નિવેદન,શાહજહાંએ તાજમહેલ માટે ટેન્ડર બહાર પાડ્યું નહતું,

ગોવાની રાજધાની પણજીમાં કલા અકાદમી ભવનના નવીનીકરણ માટે રૂ. 49 કરોડનો વર્ક ઓર્ડર ફાળવવામાં આવ્યો છે. જેના પર ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ સવાલો ઉઠાવ્યા છે

Top Stories India
23 ગોવાના મંત્રીએ આપ્યું વિચિત્ર નિવેદન,શાહજહાંએ તાજમહેલ માટે ટેન્ડર બહાર પાડ્યું નહતું,

ગોવાની રાજધાની પણજીમાં કલા અકાદમી ભવનના નવીનીકરણ માટે રૂ. 49 કરોડનો વર્ક ઓર્ડર ફાળવવામાં આવ્યો છે. જેના પર ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ સવાલો ઉઠાવ્યા છે અને જાણવા માંગ્યું છે કે ઓર્ડર ફાળવતી વખતે કલા અને સંસ્કૃતિ વિભાગની કેટલીક પ્રક્રિયાઓને કેમ બાયપાસ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં ગોવાના કલા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડેએ તેમના વિભાગની કાર્યવાહીનો બચાવ કર્યો છે.

રાજ્યના કલા અને સંસ્કૃતિ પ્રધાન ગોવિંદ ગૌડેએ પણજીમાં પ્રતિષ્ઠિત કલા અકાદમી બિલ્ડિંગના નવીનીકરણના કામ માટે ફાળવણીના કેસમાં તેમના વિભાગની કાર્યવાહીનો બચાવ કરતા ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બોલતા ગોવિંદ ગૌડેએ કહ્યું હતું કે શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું ન હતું.

ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના ધારાસભ્ય વિજય સરદેસાઈએ ગોવા વિધાનસભાના ચોમાસા સત્રના પ્રશ્નકાળ દરમિયાન કલા અકાદમી બિલ્ડિંગના નવીનીકરણ માટે રૂ. 49 કરોડના વર્ક ઓર્ડરની ફાળવણી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આર્ટ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટને ફાળવણી દરમિયાન શા માટે સાઇડલાઇન કરવામાં આવ્યું.

આવી સ્થિતિમાં, તેમના વિભાગની કાર્યવાહીનો બચાવ કરતા, ગોવિંદ ગૌડેએ તાજમહેલ અને શાહજહાંનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ‘તાજમહેલ હંમેશા સુંદર રહે છે કારણ કે શાહજહાંએ આગ્રામાં તેને બનાવવા માટે કોઈ ટેન્ડર બહાર પાડ્યું ન હતું.’ તેણે વધુમાં કહ્યું કે તેના સાથીઓએ આગ્રાનો તાજમહેલ જોયો જ હશે. જેનું નિર્માણ 1632માં શરૂ થયું હતું અને તેનું કામ 1653માં પૂર્ણ થયું હતું પરંતુ તે આજે પણ સુંદર દેખાય છે.

ગોવિંદ ગૌડે (કળા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડે)એ કહ્યું કે તાજમહેલ 390 વર્ષથી એટલો જ સુંદર રહ્યો છે જેટલો હતો, આ કારણ છે કે શાહજહાંએ તાજમહેલ બનાવતી વખતે તેના માટે ટેન્ડર માંગ્યું ન હતું. જણાવી દઈએ કે GFP ધારાસભ્ય વિજય સરદેસાઈએ આરોપ લગાવ્યો છે કે વિભાગે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને ટેકટન બિલ્ડકોન્સ પ્રાઈવેટ લિમિટેડને નવીનીકરણનું કામ ફાળવ્યું છે.