monsoon/ અમદાવાદ:શહેરમાં ફરી મેઘરાજાનું આગમન, પાણી ભરાવાની સમસ્યા શરૂ

અમદાવાદમા  ફરીએક વાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદનાં પૂર્વ વિસ્તારો-બાપુનગર, ગોમતીપુર, વસ્ત્રાલ, નરોડા, નિકોલમાં ભારે વરસાદ પડી રહ્યો છે.તો  સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ મુસળાધારવરસાદ વરસી રહયો છે.

Top Stories Ahmedabad Gujarat
mandvi 1 અમદાવાદ:શહેરમાં ફરી મેઘરાજાનું આગમન, પાણી ભરાવાની સમસ્યા શરૂ
  • અમદાવાદ:શહેરમાં ફરી મેઘરાજાનું આગમન,
  • પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ
  • પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે વરસાદ
  • રાણીપ,એસજી હાઇવે,નારણપુરામાં વરસાદ
  • પુર્વના નરોડા,બાપુનગરમાં પણ વરસાદ
  • સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.14અને15 ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને5જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદમા બે દિવસ સામાન્ય  વરસાદ બાદ આજ સવારથીજ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદમા  ફરીએક વાર ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદનાં પૂર્વ વિસ્તારો-બાપુનગર, ગોમતીપુર, વસ્ત્રાલ, નરોડા, નિકોલમાં ભારે વરસાદ પડી રહ્યો છે.તો  સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ મુસળાધારવરસાદ વરસી રહયો છે. પશ્ચિમમાં રાણીપ, એસજી હાઇવે, નારણપુરા, સાબરમતી, ચાંદખેડામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સામાની વરસાદમાં ફરી એકવાર અમદાવાદમા પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે.  અમદાવાદ સાથે ગુજરાતનાં અનેક જીલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદમાં વરસાદી માહોલમાં રિંગ રોડ પર પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં એપોલો સર્કલ પર પાણી ભરાયા હતા. પાણી ભરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. બ્રિજ અને મેટ્રો રેલની કામગીરી પણ ચાલી રહી છે.

20 મિનિટમાં વાડજ અને ઉસ્માનપુરામાં 1 ઇંચ વરસાદ નોધાયો હતો. વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઓફિસ સમયે વરસાદથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વરસાદના કારણે અંકુર ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થયો છે.

રાજયમાં સાર્વત્રિક વરસાદ
તમામ 33 જિલ્લાના 213 તાલુકામાં વરસાદ
નવસારીના વાંસદા તાલુકામાં 16 ઇંચ વરસાદ
10 તાલુકામાં 8 થી 16 ઇંચ સુધી વરસાદ
10 તાલુકામાં 4 થી 8 ઇંચ સુધી વરસાદ
14 તાલુકામાં 3 થી 4 ઇંચ વરસાદ
19 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ
40 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ
120 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકનો વરસાદ
ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી

શ્રીલંકા કટોકટી/ ‘ચીને શ્રીલંકાને મદદ નથી કરી, હું ભારતનો આભારી છું’, રાષ્ટ્રપતિની રેસમાં આગળ રહેલા સજીથ પ્રેમદાસા