ઉના/ કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે, પરતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

કોંગ્રેસના પપ્પુ જે વિસ્તારમાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે પણ અત્યારે એવુ છે કે પપ્પુ નહિ જાય તો પણ કોંગ્રેસ હારસે ગુજરાતમાંથી 27 વર્ષે થી કોંગ્રેસ ને જાકારો મળ્યો છે.

Top Stories Gujarat Others
Untitled 12 3 કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે, પરતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલ રાવણાવાડીમાં  પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનાં આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન તથા રૂદ્દાક્ષ સીનેમાનાં ઉદ્ધાટન માટે ભવ્ય કાર્યક્રમમાં યોજાયો હતો. જેમા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું ભારતીય જનતા પાર્ટી દ્વારા  ફુલોની વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ મહાસંમેલનમાં ભાજપનાં ચુંટાયેલા પદાધિકારીઓ, સંગઠનનાં હોદેદારો અને બુથના પ્રમુખ અને કાર્યકરો સહિતના ઉના શહેર અને તાલુકા માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં…

પ્રદેશ અધ્યક્ષ સીર આર પાટીલે સભાને  સંબોધનતા જણાવ્યું હતું કે 2017 કોંગ્રેસવાળા એવું કહેતા હતા કે વિકાસ ગાંડો થયો છે. પરતુ મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે. પહેલા એવું કહેતા હતા કે ભાપજ સરકાર રીમોટ કંટ્રોલ થી ચાલે છે. પરંતુ આજે સોનિયા ગાંધીનું રીમોટ કંટ્રોલ ભાગી ગયું છે. કોંગ્રેસના પપ્પુ જે વિસ્તારમાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે પણ અત્યારે એવુ છે કે પપ્પુ નહિ જાય તો પણ કોંગ્રેસ હારસે ગુજરાતમાંથી 27 વર્ષે થી કોંગ્રેસ ને જાકારો મળ્યો છે.
ભારતીય જનતા પાર્ટી એ મેનીફેસટોમાં આપેલ તમામ વચનો પુર્ણ કર્યા છે.  કોંગ્રેસનું કામ ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ કોંગ્રેસ મોટી મોટી લોભામણી જાહેરાતો કરે છે પરંતુ જાહેરાતો પુરી થતી નથી.

કોરોનામાં અમેરીકા પાસે પણ વેકશીન ન હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટુક સમયમાં રસી શોધી તમામને રસી આપવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હોત તો હજુ પણ 10 વર્ષ જેટલો સમય રસી શોધવામાં  જ ગયો હતો. ભારતીય જનતા પાર્ટી ના શબ્દો પર લોકો ને વિશ્વાસ છે. ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ પર પ્રહાર કરતા પાટીલ જી એ જણાવ્યુ હતુ તેઓ છેલ્લા 25 વર્ષ થી ચુટણી જીતતા આવ્યા છે પણ આ વખતે તેઓ ને આરામ કરવા ની ઉંમર હોય છતાં પણ તેઓ કોંગ્રેસમાંથી ચુંટણી લડશે.

દ્વારકામાં ડીમોલેશન મામલે પાટીલનું સંબોધન : ગેરકાયદે બાંધકામ તોડી પાડી કૃષ્ણ નગરીમાં બીજું કંઇ હોય ન શકે તેવું જણાવેલ અંતમાં મીડિયાનો આભાર વ્યક્ત કરી જણાવેલ કે ભાજપનો દરેક કાર્યકર ભાજપનું હ્રદય છે. આ સંમેલનમાં ભાજપ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ જીલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર રાજ્ય પ્રદેશ આંગણી હુંબલ પૂર્વ પ્રમુખ ઝવેરી ભાઈ ઠકકરાર તાલુકા પંચાયત પ્રમુખ પતિ સામતભાઈ ચારણીયા જીલ્લા પ્રમુખ રામીબેન નગર પાલિકા પ્રમુખ જલપાબેન નગરપાલિકા કાઉન્સિલર જીલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય ગામ પંચાયત સરપંચ સદસ્ય સંગઠન હોદેદારો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

ભાજપ અધ્યક્ષ પાટીલ પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખનાં ધરે પહોંચ્યા ભાજપનાં તાલુકાના અગ્રણીઓ સાથે મુલાકાત કરી

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા બનાવેલ રૂદ્રાક્ષ સીનેમા તેમજ ભારતીય જનતા પાર્ટી નાં કાર્યક્રમ અંતર્ગત ઉના આવેલ અને દીવ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું ત્યાંથી કાર મારફતે સંમેલનમાં પહોંચતાં પહેલાં જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ અને નવાબંદર જીલ્લા પંચાયતનાં સભ્ય ભાજપ  નેતા હરીભાઈ સોલંકીનાં નિવાસ સ્થાને આવેલ. ભાજપના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને કાર્યકરને મળ્યાં હતા.  દસ થી પંદર મિનીટની ટુંકી મુલાકાત દરમ્યાન હરીભાઈ સોલંકીનાં પરીવાર અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કરેલ હતું. ભાજપના અધ્યક્ષ સાથે જીલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ તેમજ ઉના ગીરગઢડા તાલુકાના ભાજપ અગ્રણી વિજયભાઈ બાંભણીયા, દીપાબેન બાંભણીયા, ઉકાભાઈ બુહા, લાખાભાઇ ઝાલા, ભાઈદાસ વાળા શૈલેષભાઈ ગોસ્વામી, જેસીગભાઈ મોરી, પૂર્વ પ્રમુખ ખોખરભાઈ સહિતના ૨૦૦થી વધું ભાજપ નાં અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપના સંમેલનમાં પહોંચતાં પહેલાં સી આર પાટીલ દ્વારા ભાજપનાં જીલ્લા પંચાયતનાં સભ્ય હરીભાઈ સોલંકીનાં નિવાસ સ્થાને જવાં જીલ્લા અગ્રણીઓને આદેશ કરતાં રાજકિય નેતાઓ માં ખળભરાટ મચી ગયેલ હતો.
ઇ સિગારેટ/ વડોદરામાંથી ઝડપાયો ઇ-સિગારેટનો જથ્થો