Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો,4 લાખ લોકો અભિવાદન કરશે

PM મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે  આવી રહ્યાં છે. આજે એરપોર્ટથી લઈને કમલમ સુધી વડાપ્રધાન રોડ શો કરશે.

Top Stories Gujarat
17 3 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે એરપોર્ટથી કમલમ સુધીનો રોડ શો,4 લાખ લોકો અભિવાદન કરશે

PM મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે  આવી રહ્યાં છે. આજે એરપોર્ટથી લઈને કમલમ સુધી વડાપ્રધાન રોડ શો કરશે. તેમના રોડ શોની તૈયારીઓ કરી દેવાઈ છે.આજે વડાપ્રધાનનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે. ત્યાર બાદ PM મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે.અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

વડાપ્રધાનના રોડ શોને લઈને પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે આજે એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના બાદ PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાનના સરપંચ સંમેલન અંગે માહિતી આપતાં પાટીલે કહ્યું, સાંજે તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. એમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે, ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તૈનાત  રહેશે.