Not Set/ રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

દિવાળીનાં તહેવારની ઉજવણી કરવા રાજકોટ શહેરની એક મહિલાએ ખાસ ફટાકડા જેવા દેખાતા દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાની ખાસિયત છે કે, તહેવારોમાં દીપ તરીકે જલાવ્યાં બાદ…

Gujarat Rajkot Trending
rajkot 6 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેમ તેમ અવનવા દીવાની પણ માગ વધતી જઈ રહી છે. ત્યારે રાજકોટમાં આ વખતે અનોખા દીવા જોવા મળશે. એક મહિલા દ્વારા આ દીવાને તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે કેવા છે આ દીવા?. અને શું છે તેની ખાસિયત? આવો જોઈએ.

qr 3 5 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

  • રાજકોટમાં જોવા મળશે અનોખા દીવા
  • અલગ-અલગ ડિઝાઈનમાં દીવાની બનાવટ
  • ફટાકડા શેપમાં અવનવા હેન્ડમેઈડ દીવા
  • સુતળી બોંબ, કોઠી, લક્ષ્મી બોંબ સેપમાં દીવા
  • રામધનુષ સેપનો દીવાનું ખાસ આકર્ષણ

દિવાળી પર્વ પર અવનવા દીવાની માંગ વધુ હોય છે. ત્યારે રાજકોટની એક મહિલાએ અનોખા દીવડા તૈયાર કર્યા છે.  દિવાળી પર્વની ઉજવણી માટે મહિલાએ દીવડાને ખાસ ફટાકડા આકારનો શેપ આપ્યો છે. જેમાં ફટાકડા જેવા દેખાતા કોઠી, લક્ષ્મી બોંબ, સુતળી બોંબ, રોકેટ જેવા અવનવી ડિઝાઈનના દીવા તૈયાર કરવામાં આવ્યા છે.  ત્યારે આ વર્ષે ખાસ મહિલાએ એક રામધનુષ આકારનો દીવો તૈયાર કર્યો છે. જે ખાસ લોકોનું મન મોહી રહ્યો છે.

rajkot 4 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

  • દિવાળી પર દીવડાથી ઝગમગે છે દુનિયા
  • અનોખા દીવડાની વધે છે શોભા
  • અંધકારમાંથી ઉજાશનો સંદેશ આપે છે દીવા

દિવાળીના તહેવારોમાં દીપ પ્રગટાવવા અને ફટાકડા ફોડવાનું ખાસ મહત્વ હોય છે. ત્યારે રાજકોટનાં એક આર્ટિસ્ટ હીનલબેન રામાનુજે એવા દીવા તૈયાર કર્યા છે. જે દિવાળીમાં માત્ર દીવાનું કામ નહીં કરે પણ એક શો પીસ તરીકે આપના ઘરની શોભા પણ વધારશે. બજારમાં પણ અવનવા દીવા ઝગમગતા હોય છે ત્યારે અનોખા દીવાથી ઘરની શોભામાં પણ વધારો થાય છે.

rajkot 5 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

મહત્વનું છે કે દિવાળીના તહેવારોમાં દર વર્ષે ફટાકડાના કારણે દાઝવાના બનાવ પણ સામે આવતા હોય છે. તો પ્રદૂષણમાં પણ વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે લોકો આવા હોમ મેઈડ દીવાનો ઉપયોગ કરી પર્વ ઉજવે તે ઉત્તમ રહેશે.

rajkot 3 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

દીવાનો શો-પીસ તરીકે પણ કરી શકાય ઉપયોગ

દિવાળીનાં તહેવાર નજીક આવી રહ્યા છે. આ તહેવારોમાં દિપ પ્રગટાવવા અને ફટાકડા ફોડવાનું ખાસ મહત્વ હોય છે. જો કે ફટાકડા દ્વારા એર તેમજ નોઈઝ પોલ્યુશન થતું હોય છે. ત્યારે આવા પ્રદુષણને અટકાવી અને દિવાળીનાં તહેવારની ઉજવણી કરવા રાજકોટ શહેરની એક મહિલાએ ખાસ ફટાકડા જેવા દેખાતા દિવડા તૈયાર કર્યા છે. આ દિવડાની ખાસિયત છે કે, તહેવારોમાં દીપ તરીકે જલાવ્યાં બાદ શો-પીસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આમ આ દિવડામાં ફટાકડા, દીપ અને શો-પીસ ત્રણેયનો અનોખો સમન્વય કરાયો છે.

rajkot 2 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

ફટાકડા જેવા દિવડા બનાવનાર મહિલા હીનલ રામાનુજ કહે છે કે, આ વર્ષે દીપાવલીનાં દિવડાઓ અલગ જ શેઈપમાં તૈયાર કર્યા છે. જે ગામમાં મળતા અલગ-અલગ ફટાકડા જેવા દેખાય છે. જેમાં કેન્ડલ પણ લગાવી શકાય છે. એટલું જ નહીં દીપાવલી પછી શો-પીસ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી આરોગ્યની કાળજી જરૂરી છે. અને ફટાકડાથી થતું એર તેમજ નોઈઝ પોલ્યુશન તંદુરસ્તી માટે નુકસાનકારક છે. ત્યારે લોકો મારા બનાવેલા દિવડાનો ઉપયોગ કરશે તો ફટાકડાનો આનંદ માણવાની સાથે પ્રદુષણ વિના દીપાવલી પર્વની ઉજવણી કરી શકશે.

rajkot 1 રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

આ તકે હીનલ રામાનુજે લોકોને દીપાવલીમાં ઓછામાં ઓછો અવાજ અને ધુમાડો થાય તેવા ફટાકડા ફોડવા અપીલ કરી છે. સાથે જ શક્ય હોય તો પ્રદુષણ રોકવા તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ દિવડાઓ કે જેમાં ફટાકડાનો આકાર દિપકનું કામ અને શો-પીસ  સહિતની વસ્તુઓનો સમન્વય છે, તેનો ઉપયોગ કરીને તહેવારોની ઉજવણી કરવાની અપીલ તેમણે કરી છે. ત્યારે હવે લોકો ફટાકડાનો ઉપયોગ ઘટાડે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પણ હાલ આ દિવડા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

પાટણ / હિટ એન્ડ રનમાં આશારામ મહારાજનું મોત

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ

સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે