Not Set/ રાજય માં પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો

રાજ્યનાં 7 લાખ વાહન ચાલકોને સીધી અસર થઇ છે.  રાજય માં અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો

Gujarat Others
Untitled 315 રાજય માં પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો

રાજ્ય માં  પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં  સતત વધારો થતો જોવા મળી રહ્યો છે  ત્યારે એમના  પગલે  CNG ના  ભાવ માં સતત વધારો કરવામાં  આવી રહ્યો છે  . જેમાં કિલો બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં 7 લાખ વાહન ચાલકોને સીધી અસર થઇ છે.  રાજય માં અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ પીએનજીના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.

આ પણ વાંચો :ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન રાજસ્થાનનાં એક ગામમાં ક્રેશ

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. રાજ્યમાં સાત લાખ CNG વાહનો છે તે તમામને આ ભાવ વધારાની સીધી અસર પડશે. ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. . ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ 55.30 રૂપિયા છે. નોંધનીય છે કે, અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગત ફેબ્રુઆરી મહિનામાં કેમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) અને પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો હતો.

આ પણ વાંચો :વિશ્વનું ફાસ્ટેસ્ટ રોલરકોસ્ટરને બંધ કરવામાં આવ્યું

ટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા તે લીટર દીઠ રુપિયા 100ની નજીક પહોંચી જતા મોંઘવારી તો વધી જ છે. બીજી તરફ લોકોના ખર્ચમાં વધારો થતા નવા ટુ વ્હીલર તેમજ પેસેન્જર વાહનોની માગમાં ઘટાડો થયો છે. ઊદભવેલ આ પ્રતિકૂળતાના વિકલ્પ તરીકે લોકો હવે સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. .