ફૂડ વિભાગના દરોડા/ ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ

તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૧ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ.

Gujarat Trending
petis 1 ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ

FSSA – 2006 અન્વયે ખાદ્યચીજના લેવાયેલ – ૫ નમુના તેમજ શંકાસ્પદ દૂધના લેવાયેલ ૪ નમૂનાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૧ પેઢીમાં  ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૦૪ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ. તેમજ ૧૦ કિ.ગ્રા મકાઇનો લોટ અને જુન ૨૦૨૦માં એક્સપાયર થયેલ કોલ્ડરૂમમાં રાખેલ ૨૩ કિ.ગ્રા. મીઠી ચેરીનો નાશ કરવામાં આવ્યો હતો.

milk namuna 2 ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ

• નમુનાની કામગીરી

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) રાજગરાનો ફરાળી ચેવડો (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ: શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ (૨) ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ:- શ્રી રામ ગૃહ ઉદ્યોગ, અશોક ગાર્ડન સામે, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મવડી પ્લોટ (૩) ચોકોબાર કુલ કેન્ડી (લુઝ) સ્થળ:- પ્રિયાંશી આઇસ્ક્રીમ, જંક્શન પ્લોટ (૪) પૌવાનો ચેવડો (લુઝ) સ્થળ:- શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩-ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ (૫) ફ્રાઇગ કુકીંગ ઓઇલ (લુઝ) સ્થળ:- શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩-ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, મવડી પ્લોટ સામે લીધેલ છે.

milk namuna 3 ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ

• ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત 

તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૧ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૨૩ કિ.ગ્રા. જુન ૨૦૨૦માં એક્સપાયર થયેલ કોલ્ડરૂમમાં રાખેલ મીઠી ચેરી નાશ કરાયેલ છે.

milk namuna 4 ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ

૧ વિમલ નમકીન લક્ષ્મીનગર ૨૩ કિ.ગ્રા. જુન ૨૦૨૦માં એક્સપાયર થયેલ કોલ્ડરૂમમાં રાખેલ મીઠી ચેરી
૨ વિક્રમભાઇ મિયાણા રેલનગર અંડરબ્રીજ પાસે મકાઇના લોટવાળી ફરાળી પેટીશ – ૦૪ કિ.ગ્રા.
મકાઇ લોટ ૧૦ કિ.ગ્રા.
૩ ઠા પ્રફુલચંદ્ર ત્રિભોવનદાસ સુભાષનગર
૪ બાલાજી ફરસાણ રામેશ્વર ચોક
૫ ગાયત્રી ડેરી ફાર્મ રામેશ્વર ચોક
૬ મુરલીધર ફરસાણ એરપોર્ટ રોડ
૭ નિલકંઠ ડેરી ફાર્મ રેસકોર્ષ રોડ
૮ આનંદ ફરસાણ રેસકોર્ષ રોડ
૯ શ્રી બાલકૃષ્ણ ડેરી ફાર્મ ભોમેશ્વર ફાટક પાસે
૧૦ શ્રી ખોડિયાર ડેરી ભોમેશ્વર ફાટક પાસે
૧૧. મહેક ફુડ કોર્ટ રેલનગર અંડરબ્રીજ પાસે

• દૂધમાં ભેળસેળ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ

ફુડ વિભાગ દ્વારા આજરોજ તા.૨૬/૦૮/૨૦૨૧ ના રોજ ગોંડલ બાયપાસ રોડ પાસે વહેલી સવારે ૦૫:૦૦ કલાકે દૂધમાં થતી ભેળસેળ અંગેની ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવેલ. જેમાં બહારગામથી રાજકોટ શહેરમાં વેંચાણ અર્થે આવતા દૂધના ટેન્કર, છકડો, રીક્ષા તેમજ અન્ય વાહનોમાંથી દૂધના સેમ્પલ કલેક્ટ કરી ગુજરાત રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવેલ ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા સ્થળ પર જ મિલ્કોસ્કેન મશીન વડે એનાલીસીસ હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરેલ. જેમાંથી ૦૪ (ચાર) શંકાસ્પદ જણાતા જેઓના FSSA – 2006 અન્વયે ફોર્મલ નમુના લઇ ફુડ એનાલીસીસ અર્થે મોકલવા માટે કામગીરી હાથ ધરેલ. તેમજ સદરહુ શંકાસ્પદ ૨૨૮ કિ.ગ્રા. દૂધના જથ્થાને યોગ્ય સ્થળે નાશ કરવામાં આવેલ.

શંકાસ્પદ દૂધના લીધેલ નમૂનાની વિગત

(૧) Meera Pastaurised Homogenised Standardised Chai Masti Milk (from 1 ltr pkd)
નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી
(મેન્યુ.:- મીરા ડેરી પ્રોડક્ટ, પ્લોટ નં. જી-૨૧૧, લોધીકા ઇન્ડ એરીયા, મેટોડા)

(૨) સ્વરાજ પેક્ડ મિલ્ક
નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી
(મેન્યુ.:-વાંકાનેર, ગુજરાત)

(૩) શિતલ પેક્ડ મિલ્ક
નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી
(મેન્યુ.:-પ્લોટ નં.૭૫ થી ૮૧, જી.આઇ.ડી.સી એસ્ટેટ, અમરેલી, ગુજરાત)

(૪) ગાયનું દૂધ (લુઝ)
નમુના લીધા સ્થળ- ગોંડલ રોડ હાઇવે, ક્રિષ્ના પાર્ક ચોકડી
(અરવિંદભાઇ મૈયાભાઇ રાતડીયા ગામ: હડમતળા)

sago str 20 ૫ નમુના લેવાયા,કુલ ૧૧ પેઢીમાં ચકાસણી,૪ કિ.ગ્રા. ફરાળી પેટીશ,૨૩ કિ.ગ્રા.મીઠી ચેરી,બહોળા જથ્થામાં દૂધનો નાશ