Gujarat/ રેલવેમાં મેગા બ્લોકની સમસ્યા સર્જાતા 9 ટ્રેનોને રદ કરાશે, કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

રેલવેમાં આગામી બે દિવસ મુસાફરી કરનાર યાત્રિકો માટે આ સમાચાર જાણવા જરૂરી છે. અમદાવાદ વિરમગામ સેક્શનમાં મેગા બ્લોક થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે તો આવતીકાલે 9 ટ્રેનોને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 29T135222.151 રેલવેમાં મેગા બ્લોકની સમસ્યા સર્જાતા 9 ટ્રેનોને રદ કરાશે, કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ

અમદાવાદ : રેલવેમાં આગામી બે દિવસ મુસાફરી કરનાર યાત્રિકો માટે આ સમાચાર જાણવા જરૂરી છે. અમદાવાદ વિરમગામ સેક્શનમાં મેગા બ્લોક થતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે તો આવતીકાલે 9 ટ્રેનોને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  વિરમગામ સેકશનમાં આવતા ઘુમા રેલ્વે સ્ટેશન પર મેગા બ્લોકને પગલે અમદાવાદ જતી અને આવતી ટ્રેનો પર અસર થઈ છે. આની સૌથી વધુ અસર અમદાવાદથી ઉપડતી ટ્રેનો અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અસર કરશે.

રેલ્વે લાઈનમાં સમસ્યા સર્જાતા વિભાગ દ્વારા ટ્રેનો ડાયવર્ટ કરવા અને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઘુમા રેલ્વે સ્ટેશન થયેલ એન્જિનિયરિંગ બ્લોકને લીધે કાલથી નવ ટ્રેનો રદ રહેશે. મેગા બ્લોકને કારણે 29 ફેબ્રુઆરી અને 1 માર્ચના દિવસે આ લાઈન પર પસાર થતી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.  વિરમગામ સેકશનમાં ઘુમા રેલ્વે સ્ટેશન પર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની રેલવે લાઈનથી કનેક્ટિવિટી આપવાનો નિર્ણય લેવાતા રેલ્વે દ્વારા બે દિવસ મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો.

વિરમગામ મેગા બ્લોકને પગલે રેલ્વે વિભાગ દ્વારા જામનગર-વડોદરા ઈન્ટરસિટી ટ્રેન, બાન્દ્રા- ભાવનગર સ્પેશલ ટ્રેન, અમદાવાદ-વેરાવળ ઈન્ટરસિટી ટ્રેન,  અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન અને બાન્દ્રા-ગાંધીનગર ટ્રેન રદ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા