Not Set/ PM મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું કર્યું ઉદ્ઘાટન, ત્યારબાદ ૬ કિમી લાંબો યોજ્યો રોડ-શો

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું છે. આ એક્સપ્રેસવે દેશનો નેશનલ એક્સપ્રેસવે -૨ માનવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અહિયાં ૬ કિમી લાંબો રોડ-શો પણ કર્યો હતો. આ દરમિયાન તેઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. Delhi: PM Narendra Modi inaugurates first phase of Delhi-Meerut Expressway. Union […]

Top Stories Trending
pm modi 2 PM મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેનું કર્યું ઉદ્ઘાટન, ત્યારબાદ ૬ કિમી લાંબો યોજ્યો રોડ-શો

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું છે. આ એક્સપ્રેસવે દેશનો નેશનલ એક્સપ્રેસવે -૨ માનવામાં આવી રહ્યો છે. એક્સપ્રેસવેના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અહિયાં ૬ કિમી લાંબો રોડ-શો પણ કર્યો હતો. આ દરમિયાન તેઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.

તેઓનો રોડ-શો નિઝામુદ્દીન બ્રિજથી શરુ થયો છે અને ત્યારબાદ ૬ કિમીનું યાત્રા બાદ તેઓનો હેલિકોપ્ટર દ્વારા બાગપત જવાનો કાર્યક્રમ છે. ત્યાં પણ તેઓ પૂર્વી બાહરી એક્સપ્રેસવે દેશને સમર્પિત કરશે.

આ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મનસુખ માંડવિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ તેઓ દેશના સૌથી હાઈટેક ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેને પણ દેશને સમર્પિત કર્યો હતો. આ એક્સપ્રેસવે માત્ર ૫૦૦ દિવસમાં જ તૈયાર થયો છે. ૧૧૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ એક્સપ્રેસવે કુલ ૧૩૫ કિલોમીટર લાંબો છે.

કેવો છે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના ?

દેશના સૌપ્રથમ ૧૪ લેનવાળા દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું કામ પૂર્ણ થયું છે. આ એક્સપ્રેસવેમાં ૧૪ લેનની સાથે સાથે ૨.૫ મીટર સાયકલ ટ્રેક પણ રાખવામાં આવ્યો છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના નિર્માણ માટે સરકાર દ્વારા કુલ ૭૫૬૬ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ એક્સપ્રેસવે નિર્માણ બાદ રાજધાની દિલ્હીથી મેરઠ જવા માટે માત્ર ૪૫ મિનિટનો સમય લાગશે, જયારે હમણાં ટ્રાફિક જામની સમસ્યાના કારણે આ સમય ૪૫ મિનિટથી વધીને ૨ કલાક જેટલો થઇ જાય છે.