Not Set/ ચેન્નઈ સુપર કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે જામશે IPLનો ખિતાબી જંગ

મુંબઈ, દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રવિવારે તેના અંતિમ પડાવમાં છે. IPL ૧૧ની આ સિઝનનો ફાઈનલ મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે. ખિતાબી જંગમાં એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એકબીજા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર, સાંજે ૭ વાગ્યે આ મુકાબલો શરુ […]

Top Stories Sports
1527353415 7791 ચેન્નઈ સુપર કિંગ્સ અને હૈદરાબાદ વચ્ચે જામશે IPLનો ખિતાબી જંગ

મુંબઈ,

દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગમાંની એક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રવિવારે તેના અંતિમ પડાવમાં છે. IPL ૧૧ની આ સિઝનનો ફાઈનલ મુકાબલો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે. ખિતાબી જંગમાં એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ રમી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એકબીજા સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર, સાંજે ૭ વાગ્યે આ મુકાબલો શરુ થશે.

આ પહેલા રમાયેલા ક્વોલિફાયર-૧ના મુકાબલામાં ચેન્નઈની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને ૨ વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જયારે SRHની ટીમે ક્વોલિફાયર-૨માં કોલકાતાને ૧૪ રને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

પોઈન્ટ ટેબલની બંને ટીમો દ્વારા ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સાતમી વખત IPLની ફાઈનલમાં પોતાની ટિકિટ પાક્કી કરી છે જયારે સનરાઈઝર્સ હૈદરાબાદ ત્રીજી ફાઈનલ છે.

એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ CSKની ટીમ ૨૦૧૦ અને ૨૦૧૧માં ચેમ્પિયન બની ચૂકી છે જયારે હૈદરાબાદ આ પહેલા ૨૦૦૯ અને ૨૦૧૬માં IPLનો ખિતાબ પોતાના નામે કરી ચુક્યું છે.

ફાઈનલમાં સ્થાન મેળવનારી બંને ટીમોએ IPLની લીગ મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ટોચના બે સ્થાન મેળવ્યા હતા. કેન વિલિયમસનના નેતૃત્વ હેઠળ રમી રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ૧૪ મેચમાંથી ૯ પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન હાંસલ કર્યું હતું જયારે બે વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં પાછી ફરેલી ચેન્નઈની ટીમે પણ ૮ મેચમાં વિજય મેળવી પ્લેઓફમાં પોતાની ટિકિટ નક્કી કરી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પર રહેશે તમામની નજર

સનરાઈઝ હૈદરાબાદની ટીમમાં સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન, કેપ્ટન કેન વિલિયમસન, યુસુફ પઠાણ, ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેઇટ તેમજ મનીષ પાંડે જેવા ધરખમ બેટ્સમેન છે જે પોતાનું શ્રેષ્ટ પ્રદર્શન આપી શકે છે.  કેપ્ટન વિલિયમસન આ સિઝનમાં સૌથી વધુ રન ફટકાર્યા છે અને ઓરેન્જ કેપ પોતાના નામે કરી છે.

SRHની બોલિંગ લાઈન અપ પણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ટ પ્રદર્શન કરવામાં સફળ રહી છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કોલ અને સ્પિન બોલર રાશીદ ખાન શાનદાર બોલિંગ કરી છે.

CSKના આ ખેલાડીઓ પર રહી શકે છે મદાર

IPLના ઇતિહાસમાં સૌથી વધુ સાતમી વખત ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળ રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ આ સિઝનમાં પણ હોટ ફેવરિટ ગણવામાં આવી રહી છે. CSKની ટીમમાં ઓલરાઉન્ડર શેન વોટસન, ઓપનર બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના, કેપ્ટન એમ એસ ધોની, ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવો અને રવીન્દ્ર જાડેજા જેવા ધરખમ બેટ્સમેન છે. જયારે દિપક ચહર, શાર્દુલ ઠાકુર, લુંગી એન્ગીડી જેવા બોલરો પણ છે.