Not Set/ નોઇડામાં બે ઇમારતો ધરાશયી, 3ના મોત, 30 દબાયાં

નોઇડા, ગ્રેટર નોઇડામાં મંગળવારે રાતે બે ઇમારતો ધસી પડતાં 3 લોકોના મોત થયા છે,જ્યારે 30 જેટલાં લોકો કાટમાળ નીચે દબાયા છે.ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં આવેલ આ બંને ઈમારત 6 માળની હતી. એક ઈમારતનું કંસ્ટ્રક્શન ચાલતું હતું જ્યારે બીજી ઈમારતમાં અમુક પરિવારો રહેતા હતા. ઇમારતો ધરાશયી થતાં એનડીઆરએફની ટીમ,ફાયપ બ્રિગેડ અને પોલિસની ટીમોએ દબાયેલાઓને કાઢવાની બચાવ […]

Top Stories
Noida building 1 નોઇડામાં બે ઇમારતો ધરાશયી, 3ના મોત, 30 દબાયાં

નોઇડા,

ગ્રેટર નોઇડામાં મંગળવારે રાતે બે ઇમારતો ધસી પડતાં 3 લોકોના મોત થયા છે,જ્યારે 30 જેટલાં લોકો કાટમાળ નીચે દબાયા છે.ગ્રેટર નોઇડાના શાહબેરી ગામમાં આવેલ આ બંને ઈમારત 6 માળની હતી. એક ઈમારતનું કંસ્ટ્રક્શન ચાલતું હતું જ્યારે બીજી ઈમારતમાં અમુક પરિવારો રહેતા હતા.

ઇમારતો ધરાશયી થતાં એનડીઆરએફની ટીમ,ફાયપ બ્રિગેડ અને પોલિસની ટીમોએ દબાયેલાઓને કાઢવાની બચાવ કામગીરી  શરૂ કરી હતી.નિર્માણાધીન આ બિલ્ડિંગોમાં પણ અમુક મજૂરો તેમના પરિવાર સાથે રહેતા હતા.

ઘટનાના સાક્ષી લોકોએ જણાવ્યું કે, કંસ્ટ્રક્શન ચાલુ હતું તે બિલ્ડિંગ અચાનક ટૂટી પડી હતી અને તેના કાટમાળના કારણે બાજુવાળી બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી.

જે બે બિલ્ડીંગ ધરાશયી થયાં છે તેમાંની એક  ઇમારત એક વર્ષ પહેલાં બની હતી,જ્યારે બીજી હજુ બની રહી હતી.

આ બનાવ મંગળવારે રાતે 10 વાગ્યે બન્યો હતો.પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બંને ઇમારતોનું કન્સ્ટ્રક્શન નબળું હતું અને બાંધકામાં જે મટીરીયલ વપરાયેલું તે પણ ગુણવત્તા વગરનું હતું.

આ ઇમારતોનું કન્સ્ટ્રક્શન પણ ગેરકાયદેસર હોવાનું જાણવા મળેલ છે.

પોલિસે ગાઝીયાબાદ સ્થિત બિલ્ડરની સામે ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે.