Cipla/ હવે માત્ર 45 મિનિટમાં આવશે કોરોનાનો રિપોર્ટ, જાણો કેવી રીતે શક્ય

મુખ્ય ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ મંગળવારે કહ્યું કે તેણે ડાયગ્નોસ્ટિક ફર્મ GeniStumi સાથે ભાગીદારીમાં કોવિડ-19 RT PCR ટેસ્ટ કીટ રજૂ કરી છે. કંપનીએ…

Top Stories India
કોરોનાનો રિપોર્ટ

કોરોનાનો રિપોર્ટ: કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ચેપના ફેલાવાને રોકવા માટે ટેસ્ટિંગ અને આઇસોલેશન સૌથી મોટું હથિયાર છે. આ દરમિયાન મોટી ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ કોવિડ-19 આરટી પીસીઆર (કોરોનાનો રિપોર્ટ) ટેસ્ટ કીટ રજૂ કર્યો છે.

મુખ્ય ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ મંગળવારે કહ્યું કે તેણે ડાયગ્નોસ્ટિક ફર્મ GeniStumi સાથે ભાગીદારીમાં કોવિડ-19 RT PCR ટેસ્ટ કીટ રજૂ કરી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે તે કોવિડ-19 આરટી પીસીઆર ટેસ્ટ કીટની રજૂઆત સાથે તેના ડાયગ્નોસ્ટિક ઉત્પાદનોનું વિસ્તરણ કરી રહી છે. Cipla ભારતમાં RT PCR ટેસ્ટ કીટનું વિતરણ કરશે. ફાર્માસ્યુટિકલ કંપનીએ કહ્યું કે કિટને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. કંપનીએ કહ્યું કે આ કિટની મદદથી માત્ર 45 મિનિટમાં ટેસ્ટનું પરિણામ જાણી શકાશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર મંગળવારે દેશમાં કોરોના વાયરસના 2,288 નવા કેસ નોંધાયા છે, જે સોમવાર કરતા 28.6 ટકા ઓછા છે. જણાવી દઈએ કે સોમવારે ભારતમાં કોરોના વાયરસના 3,207 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોવિડ -19 ના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે અને આંકડો 19,637 પર પહોંચી ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે જે પછી કોરોનાથી મૃત્યુઆંક 524,103 પર પહોંચી ગયો છે. ભારતમાં રિકવરી રેટ હાલમાં 98.74% છે. દૈનિક હકારાત્મકતા દર 0.47% છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.79% છે.

આ પણ વાંચો: Delhi/ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના 165 વર્ષ, PMએ 1857ના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી