સુરતમાં ABVPનો જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો. ABVPનો જોઈન્ટ સેક્રેટરી ભાજપના યુવા મોરચાનો કાર્યકર છે. જર્નાલિઝમની પરીક્ષામાં સ્કોડની ટીમે ABVPના જોઈન્ટ સેક્રેટરી ઉપરાંત અન્ય એક વ્યક્તિને ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા. વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્નો ઉઠાવનાર ABVPનો સભ્ય ખુદ પરીક્ષાના પ્રશ્નોનો સામનો કરી ના શકતા પરીક્ષામાં ચોરી કરી રહ્યો હતો. જ્યારે સ્કોડે રંગેહાથ ભાજપના કાર્યકર ઉપરાંત ABVPના સભ્યને ચોરી કરતા રંગેહાથ ઝડપ્યો.
ABVPનો જોઈન્ટ સેક્રેટરી VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી)માં જર્નાલિઝમની પરીક્ષા આપી રહ્યો હતો. સેક્રેટરીની સાથે અન્ય એક વ્યક્તિ માઇક્રો ઝેરોક્ષ કરેલ કાપલીમાંથી પરીક્ષાના જવાબો લખી રહ્યા હતા. સ્કોડ જર્નાલિઝમની પરીક્ષા સમયે VNSGUમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે આ બંને વિદ્યાર્થીઓ પાસેથી આ કાપલીઓ મળી આવી. આ વિદ્યાર્થીઓમાંથી એક ભાજપના કાર્યકર અને ABVPનો જોઈન્ટ સેક્રેટરી હોવાનું સામે આવતા પક્ષ અને સંસ્થાના માણસો નારાજ થયા છે.
હાલમાં જર્નાલિઝમમાં કારર્કિદીમાં વિશાળ તકો રહેલી છે. જે લોકો પત્રકાર, એન્કર અથવા મીડિયા સાથે જોડાવા ઇચ્છતા હોય તે લોકો ગ્રેજ્યુએશન પછી જર્નાલિઝમમાં જોડાય છે. જર્નાલિઝમ કેટલીક પરિસ્થિતિઓમાં લાભકર્તા બને છે. બીજી તરફ પત્રકારત્વની દુનિયા એવી વ્યક્તિની માંગ અને માંગણી કરી રહી છે. જે તેમાં કારકિર્દી બનાવવા માટે ગંભીર હોય. અત્યારના સમયમાં અપડેટ રહેવા માટે જર્નાલિઝમ એક શ્રેષ્ઠ ફિલ્ડ માનવામાં આવે છે જે તમને તમામ બાબતો સાથે સાંકળે છે. સંભવત આ બાબતોને ધ્યાનમાં રાખી ABVPના જોઈન્ટ સેક્રેટરી જર્નાલિઝમ કોર્સમાં જોડાયા હશે. પરંતુ તૈયારીના અભાવે ભાજપના યુવા કાર્યકર અને વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને લડનાર ABVPના સભ્ય કાપલી બનાવી પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા જેને સ્કોડે ઝડપી પાડ્યા.
આ પણ વાંચો : Diwali 2023/ દિવાળી પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
આ પણ વાંચો : Happy Birthday Virat Kohli/ વિરાટ કોહલી આજે જન્મદિવસ પર આપશે ખાસ રિટર્ન ગિફ્ટ!
આ પણ વાંચો : ICC World Cup 2023/ વરસાદના કારણે પાકિસ્તાન જીત્યું, સેમીફાઈનલની આશા અકબંધ, ન્યુઝીલેન્ડ 401 રન બનાવવા છતાં હારી

