Not Set/ દેશમાં લોકડાઉનની સ્થિતિ હોવા છતાં મહારાષ્ટ્રનો આ અબજોપતિ પરિવાર ફરવા નીકળી પડ્યો

દેશમાં કોરોનાને કારણે સરકાર લોકોને ઘરમાં રહેવા માટે વારંવાર અપીલ કરી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં થઈ રહેલા વધારાને કારણે સૌથી વધુ અસર ધરાવતાં મુંબઇ શહેરમાં હોટલોની સાથે સાથે સ્ટેડિયમને પણ ઓબ્સેર્વેશનમાં ફેરવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ સ્થિતિને ધનિક લોકો જાણે એક રમત સમજી એક સ્થળેથી બીજા સ્થળે ફરી ણે મજા લઈ […]

India

દેશમાં કોરોનાને કારણે સરકાર લોકોને ઘરમાં રહેવા માટે વારંવાર અપીલ કરી રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓમાં થઈ રહેલા વધારાને કારણે સૌથી વધુ અસર ધરાવતાં મુંબઇ શહેરમાં હોટલોની સાથે સાથે સ્ટેડિયમને પણ ઓબ્સેર્વેશનમાં ફેરવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ સ્થિતિને ધનિક લોકો જાણે એક રમત સમજી એક સ્થળેથી બીજા સ્થળે ફરી ણે મજા લઈ રહ્યા છે.

અંદાજે કરોડોથી વધુ લોકો પોતાના ઘરોમાં છે અને સરકારના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં વીઆઈપી ટ્રીટમેન્ટના કેસોની વ્યવસ્થા પર હાલમાં પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. 

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના પ્રમોટર કપિલ અને ધીરજ વધાવન પોતાના પરિવારની સાથે લોકડાઉન ના નિયમોનો ભંગ કરી મહાબળેશ્વર ફરવા નિકળ્યા હતાં . ત્યારબાદ હવે પ્રશાસનથી લઇ ઠાકરે સરકાર આ પ્રક્રિયાને કારણે તણાવમાં ઘેરાઇ છે.

માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે DHFLના પ્રમોટર વધાવન બંધુ મહાબળેશ્વર ફરવા ગયા હતા, અહીં તેમની સાથે પરિવારના સભ્ય અને કેટલાંય સહાયક પણ હતા. જ્યારે તેઓ મહાબળેશ્વરમાં આવેલા પોતાના બંગલામાં પહોંચ્યાં હતાં તે સમયે આસપાસના લોકોએ તેમના આવવાની જાણ પોલીસને કરી હતી . ત્યારબાદ જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને અહીં આવવાનું કારણ પૂછયું.   પોલીસના પ્રશ્નો પર વધાવન બંધુઓની તરફથી મેડિકલ ઇમરજન્સીનું કારણ બતાવ્યું હતું. પરંતુ પોલીસને સાચી વાતની જાણ થતાં તમામને ક્વારેન્ટાઇનમાં લઇ લીધા અને લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કર્યો. તમામ 23 લોકો પર સેકશન 188 સિવાય સેકશન 51ની અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહો – સતર્ક રહો – સુરક્ષિત રહો. દેશ-દુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લો મંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #ભારતમાંકોરોના #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને , ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.