Not Set/ સાઉદીના શાહી પરિવારના 150 લોકો કોરોનાની ચપેટમાં, ક્રાઉન પ્રિન્સ આઇસોલેશનમાં ગયા

દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ ચુકેલો કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. અત્યારસુધીમાં વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત થયા છે, તો 95,600થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કપરી સ્થિતિમાં સામાન્ય લોકોની સાથે સાથે દુનિયાના શાહી પરિવારના લોકો પણ ચપેટમાં આવી છે. આ જ પ્રમાણે હવે સાઉદી અરબના શાહી પરિવારમાં પણ […]

World

દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ ચુકેલો કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. અત્યારસુધીમાં વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકો આ વાયરસથી ચેપગ્રસ્ત થયા છે, તો 95,600થી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ કપરી સ્થિતિમાં સામાન્ય લોકોની સાથે સાથે દુનિયાના શાહી પરિવારના લોકો પણ ચપેટમાં આવી છે. આ જ પ્રમાણે હવે સાઉદી અરબના શાહી પરિવારમાં પણ કોરોનાના જીવલેણ વાયરસની એન્ટ્રી થઇ ગઈ છે.

અંગ્રેજી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, સાઉદી અરબના શાહી પરિવારના 150 સભ્યોમાં કોરોના વાયરસથી ચપેટમાં આવ્યા છે.ત્યારબાદ હવે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઇસોલેશનમાં ગયા છે.

આ ઉપરાંત શાહી પરિવારના અન્ય સભ્યો, મંત્રીઓ પણ અલગ અલગ વિસ્તારોમાં રહી રહ્યા છે. જયારે 70 વર્ષીય સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન બન્દર બીન અબ્દુલઝીઝ અલ સૌદ કે જેઓ રિયાધ કેપિટલના ગવર્નર છે તેઓ વાયરસની ચપેટમાં આવ્યા બાદ અત્યારે આઇસીયુમાં છે.

ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કિંગ ફૈઝલ સ્પેશિયલ હોસ્પિટલમાંથી મોકલવામાં આવેલા હાઈ એલર્ટ મેસેજ અને શાહી પરિવારના નજીકના લોકો તરફથી મળેલી સુચનાના આધાર પર આ માહિતી આપી છે. ત્યારબાદ શાહી પરિવારના લોકોની સારવાર કરી રહેલા ડોક્ટર હવે હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા કરી રહ્યા છે, જેથી શાહી પરિવાર અને તેમના સંપર્કમાં આવનારા VIP લોકોને પણ ભરતી કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.