Good News!/ 41 વર્ષની આ એક્ટ્રેસ છે પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં ફોટો કર્યા શેર

ફિલ્મોમાં પોતાની બોલ્ડ ઈમેજ માટે જાણીતી અભિનેત્રી નમિતા આજે એટલે કે 10 મેના રોજ 41 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 1981માં સુરત, ગુજરાતમાં થયો હતો.

Trending Entertainment
નમિતા

સાઉથની ફિલ્મોમાં પોતાની બોલ્ડ ઈમેજ માટે જાણીતી અભિનેત્રી નમિતા આજે એટલે કે 10 મેના રોજ 41 વર્ષની થઈ ગઈ છે. તેનો જન્મ 1981માં સુરત, ગુજરાતમાં થયો હતો. પોતાના જન્મદિવસના અવસર પર નમિતાએ એક એવી વાત શેર કરી, જેને સાંભળીને બધા ખુશ થઈ ગયા. વાસ્તવમાં 41 વર્ષની નમિતાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર ઈન્સ્ટાગ્રામ દ્વારા બધાને શેર કર્યા છે. તેણે બોલ્ડ બ્લેક ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. તેણે એક પછી એક ફોટા શેર કરીને લાંબી પોસ્ટ પણ લખી છે. તેની પોસ્ટ પર ફેન્સની સાથે સેલેબ્સ પણ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે નમિતા એ બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. ફોટોશૂટમાં નમિતાએ ટાઈટ બ્લેક ડ્રેસ પહેર્યો છે અને તેના વાળ ખુલ્લા છે. તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. શૂટ દરમિયાન તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. તેણે ફોટા શેર કર્યા અને લખ્યું – માતૃત્વ… જ્યારે નવો અધ્યાય શરૂ થયો, હું બદલાઈ ગઈ, મારામાં કંઈક બદલાઈ ગયું, આટલી નરમાશથી. જેમ જેમ તેજસ્વી પીળો સૂર્ય મારા પર ચમકતો હોય છે, નવું જીવન, નવા માણસો મને બોલાવે છે, તમે જ છો જે હું ઇચ્છતી હતી અને મેં તમને મેળવવા માટે લાંબા સમય સુધી પ્રાર્થના કરી હતી, તમારી નાજુક લાતો અને તમારા ફફડાટ, હું તે બધાનો અનુભવ કરી શકું છું. તમે મને કંઈક એવું બનાવી રહ્યા છો જે હું ક્યારેય ન હતી પરંતુ હું તેનાથી વધુ ક્યારેય બની શકતી નથી.

Instagram will load in the frontend.

નમિતાનો વર્કફ્રન્ટ

આપને જણાવી દઈએ કે નમિતાએ 2002માં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો હતો, પરંતુ તેને ભાગ્યે જ મુખ્ય ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી. જો કે, સ્ક્રીન પર તેના બોલ્ડ અને સેક્સી અભિનયને જોઈને દર્શકો તેના દિવાના બની જાય છે.  જણાવી દઈએ કે નમિતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એકવાર એક ચાહકે તેને કિડનેપ કરવાની ધમકી આપી. અંગત જીવનની વાત કરીએ તો તેણે 2017માં એક્ટર વીરેન્દ્ર ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ તે હવે માતા બનવા જઈ રહી છે જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો:પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના 165 વર્ષ, PMએ 1857ના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો:તાજમહેલના વિવાદ વચ્ચે એલોન મસ્કનું ટ્વિટ, કહ્યું-

આ પણ વાંચો:સમગ્ર આસામમાંથી ટૂંક સમયમાં AFSPA હટાવવામાં આવશે, ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત