Not Set/ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

નવસારી, નવસારીમાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ જિલ્લા પોલીસ વિભાગની મહિલા પોલીસ, જિલ્લા મહિલા સુરક્ષાએ સમિતિની બહેનો અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરમાં વાહન ચલાવતા ભાઈઓ હેલ્મેટ પહેરી બાઈક ચલાવે કાર ચાલકો પણ સીટ બેલ્ટ બાંધે અને અન્ય ટ્રાંફિક નિયમોનું પાલન કરે […]

Top Stories Gujarat Others Trending
ahmedabad 22 ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

નવસારી,

નવસારીમાં રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ જિલ્લા પોલીસ વિભાગની મહિલા પોલીસ, જિલ્લા મહિલા સુરક્ષાએ સમિતિની બહેનો અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરમાં વાહન ચલાવતા ભાઈઓ હેલ્મેટ પહેરી બાઈક ચલાવે

ahmedabad 26 ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

કાર ચાલકો પણ સીટ બેલ્ટ બાંધે અને અન્ય ટ્રાંફિક નિયમોનું પાલન કરે એવા ઉમદા હેતુ સાથે ટ્રાંફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને રોકી એમની હાથે રક્ષા કવચ રાખડી બાંધી હતી. સાથે જ તમામને ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત વાહન ચલાવવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

ahmedabad 23 ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

રસ્તાઓ ઉપર હેલ્મેટ પહેર્યા વગર અને કારમાં સીટ બેલ્ટ બાંધ્યા સિવાય તથા અન્ય ટ્રાંફિક નિયમોનું પાલન ન કરી વાહન ચલાવતા વાહન ચાલકો જ્યારે અકસ્માતનો ભોગ બને છે. ત્યારે ઘણીવાર કેટલીય બહેનો પોતાના ભાઈઓને ખોઈ દેતી હોય છે.

ahmedabad 24 ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

આજના રક્ષાબંધનના પવિત્ર પર્વે આજે સવારે જિલ્લા પોલીસ વિભાગની મહિલા પોલીસો, જિલ્લા મહિલા સુરક્ષાએ સમિતિની બહેનો અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ નવસારીના લૂંન્સીકુઈ ખાતે જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યાની ઉપસ્થિતિમાં શહેરમાં વાહન ચલાવતા ભાઈઓ હેલ્મેટ પહેરી બાઈક ચલાવે, કાર ચાલકો પણ સીટ બેલ્ટ બાંધે અને અન્ય ટ્રાંફિક નિયમોનું પાલન કરે એવા ઉમદા હેતુ સાથે ટ્રાંફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને રોકી એમની હાથે રક્ષા કવચ રાખડી બાંધી હતી.

ahmedabad 25 ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

સાથે જ તમામને ટ્રાફિક નિયમોનું પાલન કરી સુરક્ષિત વાહન ચલાવવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા મહિલા પોલીસ અને ટ્રાફિકની બહેનોના આ કાર્યને વાહન ચાલકોએ વખાણી તેમને પણ તેઓ સુરક્ષિત રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.