flood affected/ PM મોદીએ પાકિસ્તાનમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પાકિસ્તાનમાં પૂરના લીધે ખુબ ગંભીર જોવા મળી રહી છે ,પૂરના લીધે અનેક લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે.

Top Stories India
19 4 PM મોદીએ પાકિસ્તાનમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પાકિસ્તાનમાં પૂરના લીધે ખુબ ગંભીર જોવા મળી રહી છે ,પૂરના લીધે અનેક લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોના મોત થયા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને તેઓ દુખી છે. તેમણે આશા વ્યક્ત કરી કે પાડોશી દેશમાં વહેલી તકે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થશે. સોમવારે પાકિસ્તાનમાં વિનાશક પૂરથી મૃત્યુઆંક 1,100ને વટાવી ગયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકારે સંકટનો સામનો કરવા માટે મદદની અપીલ કરી છે. પૂરના કારણે દેશની લગભગ 3 કરોડ 30 લાખ વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે.

મોદીએ ટ્વીટ કર્યું કે, “પાકિસ્તાનમાં પૂરથી થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થવાની આશા રાખીએ છીએ.”પાકિસ્તાનમાં કુદરતી આફતોનો સામનો કરવા માટેની મુખ્ય સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સોમવારે જારી કરાયેલા તાજેતરના આંકડાઓ અનુસાર પૂરમાં ઓછામાં ઓછા 1,061 લોકોના મોત થયા છે અને 1,575 લોકો ઘાયલ થયા છે.