- પાટણમાં શંખેશ્વર પચાસર પાસે અકસ્માત
- અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત
- રાધનપુરથી ચોટીલા જતા પગપાળા યાત્રિકોનો અકસ્માત
- અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 3 લોકોના મોત
- અન્ય 5 થી યાત્રિકો થયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા
- અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર
ગુજરાતમાં અકસ્માત વધી રહ્યા છે,જે ચિંતાજનક બાબત છે.પાટણના શંખેશ્વર પચાસર પાસે કારે ટક્કર મારતા પદયાત્રી સહિત રીક્ષા સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા ,રિક્ષામાં બેઠેલા બે મુસાફરો અને એક પદયાત્રીનું મોત થયું છે, આ અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને સત્વરે 108 ને જાણ કરી હતી અને સત્વરે જે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા , આની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાલ જે લોકો અકસ્માતમાં મૃત્યું પામ્યા છે તેમની ઓળખ કરી રહી છે અને અકસ્માત કરીને ફરાર થઇ ગયેલા વાહનચાલક અંગેની સઘન પુછપરછ હાથ ધરીને તેને પકડવાના ચક્રો ગતિમનાન કર્યા છે અકસ્માતના લીધે ટ્રાફિક જામ થઇ ગયો હતો લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા.