હવામાન વિભાગ/ રાજયમાં 15મી બાદ પવનની દિશા ફરતા ,એક માસ મિશ્ર ઋતુ અનુભવાશે

ગઇકાલની સરખામણીએ આજે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો

Gujarat
Untitled 47 2 રાજયમાં 15મી બાદ પવનની દિશા ફરતા ,એક માસ મિશ્ર ઋતુ અનુભવાશે

શિયાળાની સિઝન હવે વિદાય લેવાજઇ રહી છે. આગામી ત્રણ થી ચાર દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. 15મી બાદ પવનની દિશા ફરતા તાપમાનનો પારો ઉંચકાશે 15મી માર્ચ સુધી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમીનો અહેસાસ થશે. માર્ચના બીજા પખવાડીયાથી જ ઉનાળાનો આરંભ થઇ જશે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી 3 થી 4 દિવસ લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્શીયસ વચ્ચે રહેશે. હાલ મહત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રી આસપાસ નોંધાઇ રહ્યું છે.

આ પણ  વાંચો:જમ્મુ-કાશ્મીર / કાશ્મીર ખીણમાં ઘણા યુવા અને પ્રભાવશાળી યુવાનો હજુ પણ આતંકવાદનો રસ્તો અપનાવી રહ્યા છે, શું છે કારણ ?

મહત્વનુ છે કે આજે રાજકોટમાં ઠંડીનું જોર વધ્યું હતું. ગઇકાલની સરખામણીએ આજે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા અને પવનની સરેરાશ ઝડપ 9 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સ જો કે તે બહુ પાવર ફૂલ નથી સામાન્ય બરફ વર્ષા થવાની સંભાવના છે. જેની અસર ગુજરાતમાં ખાસ જોવા મળશે નહી આગામી 15મી ફેબ્રુઆરી બાદ પવનની દિશા ફરશે.

આ પણ  વાંચો:National / દેશ શરિયતથી નહીં, બંધારણથી ચાલશે : હિજાબ મામલે CM યોગી

જેથી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થશે. એકાદ મહિના સુધી મિશ્ર સિઝનનો અનુભવ થશે ત્યારબાદ 15મી માર્ચ પછી ઉનાળાનો આરંભ થઇ જશે