Not Set/ જુનાગઢમાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ, પિતાએ નોંધાવી ફરિયાદ

ગુજરાત રાજ્યમાં સગીરાઓ સાથે થતા દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે.

Gujarat Others

ગુજરાત રાજ્યમાં સગીરાઓ સાથે થતા દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં વધુ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જુનાગઢનાં ભેંસાણનાં ખંભાળિયામાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હોવાનું સામે છે. આ અંગે સગીરાનાં પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢનાં ભેંસાણનાં ખંભાળિયામાં સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પ્રભાત લાલજી સરવૈયા નામના શખ્સે તેમની 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. સગીરાને પહેલા પ્રભાત નામના શખ્સે બહેલાવી અને વાતોમાં રાખીને પોતાને ઘરે બોલાવી હતી.

જે બાદ ઘરમાં જ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાદ સગીરાએ તેના ઘરે જઇને પોતાની માતાને આ અંગે જાણ કરી હતી અને માતાએ તેના પિતાને જાણ કરતા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ મામલે પોલીસે ફરિયાદ નોંધી નરાધમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.