Not Set/ નર્મદા ડેમની જળસપાટી પહોંચી 133.39 મીટરે, ગુજરાતનું જળ સંકટ ટળ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી 133.39 મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે. ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી 80 હજાર 948 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નર્મદા નદીમાં 80 હજાર 695 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી […]

Top Stories Gujarat Others
aaaaamap 1 નર્મદા ડેમની જળસપાટી પહોંચી 133.39 મીટરે, ગુજરાતનું જળ સંકટ ટળ્યું

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમની સપાટી 133.39 મીટરના ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે.

ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી 80 હજાર 948 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી નર્મદા નદીમાં 80 હજાર 695 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે કેવડિયા કોલોની પાસે આવેલો ગોરા બ્રિજ હજુ પણ પાણીમાં ડૂબેલી હાલતમાં છે.

જોકે, હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી માત્ર 5854 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેની સામે પાણીની જાવક 66410 ક્યુસેક છે.

હાલ ડેમનો માત્ર 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીનું લેવલ વધતા કેવડિયાનો ગોરા બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે પાણીનું લેવલ ઘટતા સતત 7 દિવસથી બંધ રહેલા આ બ્રિજ રાહદારીઓ માટે ખુલ્લો મૂકાયો છે. ડેમમાં 3370 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ RBPH 6 અને CHPHના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.