Not Set/ અમદાવાદ: ડ્રોન સર્વેલન્સ સીસ્ટમથી ઝડપાઇ રેતી ચોરી, ભવાન રઘુભાઈ ભરવાડ સામે પોલિસ ફરિયાદ

અમદાવાદ, ગ્યાસપુર પાસે સાબરમતીના પટમાં ગેરકાયદે રેતીખનન થયું હોવાની ફરિયાદને આધારે કલેક્ટરે કાર્યવાહી કરી અને ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલ હીટાચી મશીનના માલિક ભવાન રઘુભાઇ ભરવાડ સામે પોલિસ ફરિયાદ નોંધાઈ છે. થોડાં સમય પહેલાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમે રેતી ચોરી કરતાં તત્વોને ઝડપવાની દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું છે. જેને લઈને ગ્યાસપુર સીમમાંથી […]

Gujarat Trending
bull 2 અમદાવાદ: ડ્રોન સર્વેલન્સ સીસ્ટમથી ઝડપાઇ રેતી ચોરી, ભવાન રઘુભાઈ ભરવાડ સામે પોલિસ ફરિયાદ

અમદાવાદ,

ગ્યાસપુર પાસે સાબરમતીના પટમાં ગેરકાયદે રેતીખનન થયું હોવાની ફરિયાદને આધારે કલેક્ટરે કાર્યવાહી કરી અને ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલ હીટાચી મશીનના માલિક ભવાન રઘુભાઇ ભરવાડ સામે પોલિસ ફરિયાદ નોંધાઈ છે.

થોડાં સમય પહેલાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમે રેતી ચોરી કરતાં તત્વોને ઝડપવાની દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું છે. જેને લઈને ગ્યાસપુર સીમમાંથી રેતી ખનન કરતાં ભવાન રઘુભાઇ ભરવાડ સામે તંત્ર દ્વારા પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે.

bull 3 અમદાવાદ: ડ્રોન સર્વેલન્સ સીસ્ટમથી ઝડપાઇ રેતી ચોરી, ભવાન રઘુભાઈ ભરવાડ સામે પોલિસ ફરિયાદઆ કેસમાં 2.36 હેક્ટર વિસ્તારમાંથી 6.25 કરોડના મૂલ્યની અઢી લાખ મેટ્રિક ટન રેતીની ચોરી થઇ હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારમાં ગોઠવાયેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમ દ્વારા આ  રેતી ચોરી ઝડપાઇ હતી.

ગ્યાસપુર પાસે સાબરમતીના પટમાં ગેરકાયદે રેતીખનન થયું હોવાની ફરિયાદને આધારે કલેક્ટરે કાર્યવાહી કરી અને ગેરકાયદે ખનનમાં ઉપયોગમાં લેવાયેલ હીટાચી મશીનના માલિક ભવાન રઘુભાઇ ભરવાડ સામે પોલિસ ફરિયાદ નોંધાઈ હતી.

મહત્વનું છે કે 13મી મેએ ગ્યાસપુરના સિટી સર્વે 32,34માં રેતી ખનન અંગે કલેક્ટરની સૂચનાથી આકસ્મિક તપાસ કરવામાં આવી હતી ત્યારે ખનન માફીયાઓ ડમ્પરો મૂકી ભાગી ગયાં હતાં. ખાણખનીજ વિભાગ અને વટવા મામલતદારે કાર્યવાહી કરીને હીટાચી મશીનના માલિકની માહિતી મેળવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

bull 4 અમદાવાદ: ડ્રોન સર્વેલન્સ સીસ્ટમથી ઝડપાઇ રેતી ચોરી, ભવાન રઘુભાઈ ભરવાડ સામે પોલિસ ફરિયાદ

ભવાન રઘુભાઈ ભરવાડ સામે અગાઉ પણ રેતી ચોરીનો ગુનો દાખલ થયેલો છે. કેટલાક દિવસોથી સમગ્ર વિસ્તારમાં તે માટે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું હતું.