Congress-Priyanka/ અમારો ઇતિહાસ શહીદોનો ઇતિહાસ છેઃ પ્રિયંકા ગાંધી

લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ગુજરાતમાં સાતમી મેના રોજ 25 બેઠકો માટે મતદાન છે ત્યારે કોંગ્રેસના ગાંધી પરિવારના મોભી પ્રિયંકા ગાંધી વાડરા પણ વલસાડના લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 27T150908.286 અમારો ઇતિહાસ શહીદોનો ઇતિહાસ છેઃ પ્રિયંકા ગાંધી

ધરમપુરઃ લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ગુજરાતમાં સાતમી મેના રોજ 25 બેઠકો માટે મતદાન છે ત્યારે કોંગ્રેસના ગાંધી પરિવારના મોભી પ્રિયંકા ગાંધી વાડરા પણ વલસાડના લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે જાહેર સભામાં વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કરવાની સાથે-સાથે કોંગ્રેસની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે તેમના જ ઘરમાંથી ત્રણ જણા દેશના પીએમ રહી ચૂક્યા છે અને ઇન્દિરાજી અને રાજીવજીએ શહીદી વહોરી છે અને નેહરુજીએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લઈ અંગ્રેજો સામે આંદોલન કર્યુ છે. કોંગ્રેસ શું છે, કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ છે, પ્રજાનો ધબકારો છે, કોંગ્રેસ એક આંદોલન છે. પ્રજાનું દુઃખ હંમેશા કોંગ્રેસના હૈયે વસ્યુ છે.

વર્તમાન સરકાર ફક્ત વિપક્ષને તોડતી નથી પણ લોકોના અધિકાર છીનવી રહી છે. સરકાર તેની પાસેના અપાર ધનનો ઉપયોગ તમારી ગરીબી દૂર કરવામાં કે મોંઘવારી ઘટાડવામાં નહીં પણ વિપક્ષને તોડવામાં કરી રહી છે.

છેલ્લા દસ વર્ષમાં ભાજપની સરકારમાં લોકોની સ્થિતિ સુધરવાના બદલે વધુ બગડી છે. જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. ઇન્ડિયા જોડાણની સરાકર આવશે તો તમને એટલી મદદ કરશે કે આગામી સમયમાં તમે તમારા પગ પર ઊભા રહેશે. કોંગ્રેસ સરકાર જ હતી જે ગરીબો માટે મનરેગા યોજના લાવી. આ ઉપરાંત માહિતી અધિકારનો કાયદો પણ કોંગ્રેસ જ લાવી. તેમણે જણાવ્યું હતું કે હું તમને ખાતરી ખાતરી આપું છું કે મોદી સરકારને તમે ફરીથી ચૂંટશો તો આગામી પાંચ વર્ષ સુધી તમારા જીવનમાં કોઈ ફેરફાર નહી થાય. તમે છો ત્યાંને ત્યાં જ રહેશો. તમને રોજગારી તો શું પાંચ કિલો અનાજ પણ માંડ-માંડ મળશે. આ ઉપરાંત મોંઘવારી માઝા મૂકશે.

એકબાજુએ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે દેશના દસ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છેઅને મોદીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધુ છે. ભાજપના નેતાઓ દાવો કરે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે, એ ધારે તે ઘડીકમાં કરી શકે છે. પણ તેમણે આટલા સમયમાં મોંઘવારી કેમ ઓછી ન કરી. પેટ્રોલ,ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ચૂંટણી આવે ત્યારે જ કેમ ઓછા કર્યા. અમે સત્તા પર આવીશું તો કમરતોડ મોંઘવારીને અંકુશમાં કરીશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરનો લાંચિયો પીએસઆઈ ઝડપાયો

આ પણ વાંચો:કોંગ્રેસના આરોપનામાં સામે નિલેશ કુંભાણીનું બચાવનામું, જુઓ વીડિયો

આ પણ વાંચો:વડોદરામાં સરકારી સ્કૂલો સજ્જ થશે સાયન્સ, ટેકનોલોજી, એન્જિ. ગણિતની લેબથી