Gandhinagar/ ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટરની એજન્સી પાસેથી રોયલ્ટી વસૂલાઈ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

ગાંધીનગર સ્થિત જૂના હેલિપેડ ખાતે બનાવવામાં આવેલા કનવેન્શન હોલ ( એક્ઝીબેશન સેન્ટર ) કે એન્ડ ડી કમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપવામાં આવ્યો છે. તે એજન્સી પાસેથી વસૂલવામાં આવતી રકમ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં વસૂલવાના બદલે તેટલા જ..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 13T185942.968 ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટરની એજન્સી પાસેથી રોયલ્ટી વસૂલાઈ: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Gandhinagar News: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ગાંધીનગર ખાતે આવેલા એક્ઝિબિશન સેન્ટરની રોયલ્ટી પેટે એજન્સી પાસેથી 20 મહિનામાં રૂ. ૬,૩૩,૪૫,૦૦૦ વસૂલવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્થિત જૂના હેલિપેડ ખાતે બનાવવામાં આવેલા કનવેન્શન હોલ ( એક્ઝીબેશન સેન્ટર ) કે એન્ડ ડી કમ્યુનિકેશન લિમિટેડને રોયલ્ટીથી આપવામાં આવ્યો છે. તે એજન્સી પાસેથી વસૂલવામાં આવતી રકમ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં વસૂલવાના બદલે તેટલા જ સમયગાળા માટે કરાર લંબાવી આપવામાં આવ્યો હતો. જ્યારે ૩૦-૪-૨૦૨૨ થી  ૩૧-૧૨-૨૦૨૩ સુધીના સમયગાળાની રોયલ્ટીની રકમ રૂ. ૬,૩૩,૪૫,૦૦૦ ગરુડ કંપનીને એજન્સી પાસેથી પૂરેપૂરી મળી છે તેમ ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

એજન્સી પાસેથી ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ વસૂલવાની બાકી રહેતી કુલ રકમ રૂ. ૪,૧૩, ૮૧, ૮૮૯ ની ભરપાઈ કરી દેવાઈ છે. એટલેકે આજની સ્થિતિ એ કોઈ રકમ વસૂલવાની બાકી રહેતી નથી તેમ મંત્રી રાજપૂતે પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતના બે બનાવ, એકનું મોત

આ પણ વાંચો:જાણો શા માટે ઈંગ્લેન્ડના ક્રિકેટર રેહાન અહેમદને રાજકોટ એરપોર્ટ ખાતે અટકાવાયો