Not Set/ આ પોલીસ અઘિકારીએ ગાયું “જન ગણ મન”, મનાવી લીધા આ રીતે પ્રદર્શનકારીઓને

દેશભરમાં જ્યારે CAAના વિરોધને લઇને ભારે બબાલ ચાલી રહી છે. લોકો પ્રદર્શન દરમિયાન ઘયલ તો ઠીક મરી પણ રહ્યા છે. વિરોધમાં હિંસા ઉતરી આવી છે. ઠેર ઠેર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શન કે પ્રદર્શનકારીનાં નામે રાષ્ટ્રની મિલ્કતો સળગાવવામાં આવી રહી છે. કહેવાતા, પ્રદર્શન કરતા પોલીસ પર હુમલા કરી રહ્યા છે. ત્યારે બેંગલુરુના એક પોલીસ […]

Top Stories India
bangaloru dcp આ પોલીસ અઘિકારીએ ગાયું "જન ગણ મન", મનાવી લીધા આ રીતે પ્રદર્શનકારીઓને

દેશભરમાં જ્યારે CAAના વિરોધને લઇને ભારે બબાલ ચાલી રહી છે. લોકો પ્રદર્શન દરમિયાન ઘયલ તો ઠીક મરી પણ રહ્યા છે. વિરોધમાં હિંસા ઉતરી આવી છે. ઠેર ઠેર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પ્રદર્શન કે પ્રદર્શનકારીનાં નામે રાષ્ટ્રની મિલ્કતો સળગાવવામાં આવી રહી છે. કહેવાતા, પ્રદર્શન કરતા પોલીસ પર હુમલા કરી રહ્યા છે. ત્યારે બેંગલુરુના એક પોલીસ અધિકારીએ કમાલ કરી બતાવ્યું હતું.

કર્ણાટકનાં બેંગલુરુનાં DCP ચેતનસિંહ રાઠોડ જ્યારે બેંગલુરુના ટાઉનહોલ ખાતે હાજર હજારો વિરોધીઓ વચ્ચે ગયા. અને લોકોને સમજાવ્યા બાદ લોકો સાથે રાષ્ટ્રગીત ગાયું હતું, એ પણ ત્યારે  જ્યારે લોકો સ્થળ ખાલી કરવાનો ઇનકાર કરી રહ્યા હતા. રાષ્ટ્રગીત ગાયા બાદ વિરોધીઓ શાંતિપૂર્ણ રીતે સ્થળ ખાલી કરી રવાના થયા હતા.

બેગલુરુ પોલીસનાં DCP દ્વારા આમ રાષ્ટ્રભક્તિથી રાષ્ટ્રબંધુત્વને(વિરોધ કરતા પ્રદર્શન કારીઓને) પોતાની વાત મનાવવામાં સફળતા મેળવવામાં આવી હતી. DCP દ્વારા લોકો સાથે સાચો સંવાદ સાઘવામાં આવ્યો તેવુ કહી શકાય અને માટે જ કહેવામાં આવ્યું છે કે, જ્યાં સંવાદ છે ત્યા વિવાદ હોય જ ન શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.