Not Set/ CDS રાજકારણ વિશે વાત કરીને નાગરિક સાર્વભૌમત્વની અવગણના કરે છે : ઓવૈસી

એઆઈએમઆઈએમ (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) નાં વડા અસદુદ્દીન ઓવૈસીએ દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનાં નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ તેમનું (બિપિન રાવત) પ્રથમ રમૂજી નિવેદન નથી. નીતિનો નિર્ણય સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે, કોઈ જનરલની નહીં. નીતિ અથવા રાજકારણ વિશે વાત કરીને, […]

Top Stories India
Asaduddin Owaisi2 780x405 1 CDS રાજકારણ વિશે વાત કરીને નાગરિક સાર્વભૌમત્વની અવગણના કરે છે : ઓવૈસી

એઆઈએમઆઈએમ (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) નાં વડા અસદુદ્દીન ઓવૈસીએ દેશનાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનાં નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે, આ તેમનું (બિપિન રાવત) પ્રથમ રમૂજી નિવેદન નથી. નીતિનો નિર્ણય સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે, કોઈ જનરલની નહીં. નીતિ અથવા રાજકારણ વિશે વાત કરીને, તે નાગરિક સાર્વભૌમત્વની અવગણના કરે છે.

જણાવી દઇએ કે, એક કાર્યક્રમમાં સીડીએસ બિપિન રાવતે આતંકવાદ અને પાકિસ્તાન વિશે કહ્યું હતું કે આપણે આતંકવાદ સામે લડવા અમેરિકા જેવી રણનીતિ અપનાવી જોઈએ. જ્યાં સુધી આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશો છે ત્યાં સુધી આપણે આ ખતરાનો સામનો કરવો પડશે. આ સિવાય રાવતે કહ્યું હતું કે, ‘જેઓ સંપૂર્ણ ધર્માંધી બની ગયા છે, તેઓએ કામ શરૂ કરવું પડશે. તેઓએ કટ્ટરતા વિરુદ્ધનાં કાર્યક્રમોમાં સામેલ થવું પડશે. જમ્મુ-કાશ્મીરમાં લોકોને કટ્ટરપંથી બનાવવામાં આવ્યા હતા, 12 વર્ષનાં છોકરા-છોકરીઓને પણ ધર્માંધતાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. આ લોકો ધીમે ધીમે કટ્ટરતાથી દૂર કરી શકાય છે. આ માટે ડીરેડિકલાઇઝેશન કેમ્પ બનાવવું પડશે.

સીડીએસનાં આ જ નિવેદન પર વળતો પ્રહાર કરતા ઓવૈસીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘લિંચિંગ કરનાર અને તેમના માસ્ટર્સનું ડીરેડિકલાઇઝેશન કોણ કરશે? અસમનાં બંગાળી મુસ્લિમોની નાગરિકતાનો વિરોધ કરનારા લોકોનું શું? કદાચ ‘બદલા’ યોગી અને ‘પાકિસ્તાન જાઓ’ મેરઠનાં એસપી ડીરેડિકલાઇઝ થઈ શકે? જેઓને ડીરેડિકલાઇઝ કરવામા આવે જે એનપીઆર-એનઆરસી દ્વારા આપણા પર મુસીબત લાવવા જઈ રહ્યા છે.

ઓવૈસી અહીં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં ‘ઉપદ્રવીઓથી બદલો’ લેવાના નિવેદન અને મેરઠનાં એસપીનાં નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં તેમણે પથ્થરમારો કરનારા ઉપદ્રવીઓને પાકિસ્તાન જવા કહ્યું હતું. સીડીએસ જનરલ બિપિન રાવતે પણ કહ્યું હતું કે, કટ્ટરવાદી વિચારધારાથી છૂટકારો મેળવવાની જરૂર છે. શાંતિ વાટાઘાટો દરેક સાથે શરૂ થવી જોઈએ, પરંતુ તે શરત પર કે તેઓ આતંકવાદનો સંપૂર્ણ રીતે ત્યાગ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.